ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ જાહેર

~ વર્ષ 2022-23નું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ આપવામાં આવી

~ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ચુકી જશે તેઓએ દંડ સાથે ITR ફાઈલ કરવું પડશે.

કરદાતાઓએ વર્ષ 2022-23નું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ આપવામાં આવી છે. અને 1 એપ્રિલથી નાણાકીય વર્ષ 2023-24ની શરુઆત થઈ જશે. આમ તો દર વખતે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ જ હોય છે અને ફરી તેને થોડા દિવસ માટે લંબાવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે તારીખ લંબાય તેવી કોઈ શક્યતા નથી.  

નવા ફોર્મમાં CBDTદ્વારા 10 ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવી જશે

આ પહેલા ગયા વર્ષે સરકારે અમુક કારણોસર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી હતી, પરંતુ આ વખતે એવી કોઈ આશા નથી. આવુ એટલા માટે કે CBDT એ  આ વખતે વર્ષ 2023-24 માટેના નવા ITR ફોર્મ એક મહિના પહેલા જ આપી દેવામાં આવ્યા હતા. નવા ફોર્મમાં CBDTદ્વારા 10 ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવી જશે અને ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ પર મુકી દેવામાં આવશે. 

ITR ભરવાનું ચુકી ગયા તો ભરવો પડશે દંડ

1 એપ્રિલ 2023થી 2023-24નું નાણાકીય વર્ષ શરુ થઈ રહ્યુ છે. એટલે કરદાતાઓને 2023-24ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. અને આ વખતે રિટર્ન ભરવાની તારીખમાં વધારો કરવામાં આવશે નહી. તેથી જે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ચુકી જશે તેઓએ દંડ સાથે ITR ફાઈલ કરવુ પડશે. 

Leave a comment