~ દરનો EBITDA ૭૦% અને લોજીસ્ટિક્સનો EBITDA ૨૯%
~ નાણાકીય વર્ષ-૨૩ના ૯ માસમાં બજારમાં ૨૪% હિસ્સા સાથે, APSEZ ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી પોર્ટ કંપની
~ વાર્ષિક PAT ૧૧% વધીને રૂ. ૪,૨૫૨ કરોડ થયો
૩૧ ડિસેમ્બર-૨૦૨૨ના પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરના નવ માસના પરિણામો અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ આજે જાહેર કર્યા છે.
(રકમ રુ.કરોડમાં)
| Particulars | Q3 FY23 | Q3 FY22 | Y-o-Y Change | 9M FY23 | 9M FY22 | Y-o-Y Change |
| Cargo (MMT) | 75.4 | 74.4 | 1% | 252.9 | 234.3 | 8% |
| Revenue | 4,786 | 4,072 | 18% | 15,055 | 12,978 | 16% |
| EBITDA# | 3,011 | 2,612 | 15% | 9,562 | 8,026 | 19% |
| Port EBITDA | 2,737 | 2,427 | 13% | 8,973 | 7,473 | 20% |
| Logistics EBITDA | 142 | 79 | 80% | 354 | 214 | 66% |
| Forex mark to market – Loss/(Gain) | 315 | 13 | 1,886 | 348 | ||
| PAT** | 1,337 | 1,535 | -13% | 4,252 | 3,842 | 11% |
નવ મહિનાના સમયગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને EBITDA સાથે અદાણી પોર્ટ અને સેઝ (ASPEZ)એ તેની સંપૂર્ણ વર્ષની આવક અને નાણાકીય વર્ષ-૨૩ માટે પૂરા પાડવામાં આવેલા EBITDA માર્ગદર્શનના ઉપલા અંતને હાંસલ કરવા માટે સારું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. એમ જણાવતા અદાણી પોર્ટ અને સ્પેેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ કાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ કહ્યું હતું કે કંપનીએ હાઈફા પોર્ટ કંપની, IOTL, ICD ટમ્બ, ઓશન સ્પાર્કલ અને ગંગાવરમ પોર્ટના વ્યવહારો પણ આખરી કર્યા છે અને તેના બિઝનેસ મોડલને ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં બદલવામાં કંપની સંગીન પ્રગતિ કરી રહી છે,
વૃદ્ધિ તરફની અમારી સફરમાં આગળ વધવા સાથે નાણાકીય વર્ષ-૨૪માં EBITDA રૂ.૧૪,૫૦૦-થી ૧૫,૦૦૦ કરોડનો કંપનીનો લક્ષ્યાંક છે. રુ.૪,૦૦૦ થી રુ.૪,૫૦૦ કરોડના અંદાજિત મૂડી ખર્ચ ઉપરાંત કુલ લોનની ચુકવણી અને આશરે રૂ. ૫,૦૦૦ કરોડની પૂર્વ ચુકવણી માટે અમે વિચારણા કરી રહ્યા છીએ, જે અમારા ચોખ્ખા દેવાથી EBITDA ગુણોત્તરમાં નોંધપાત્ર રીતે સુધારો કરશે અને ૨૦૨૪ના માર્ચ સુધીમાં તેને ૨.૫xની નજીક લાવશે.એમ પણ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.
મજબૂત ઓપરેશનલ કામગીરી:નાણાકીય વર્ષ-૨૩ના પ્રથમ નવ માસ દરમિયાન APSEZ એ દેશના કુલ કાર્ગો પૈકી ૨૪% હેન્ડલ કરીને ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકેની તેની નેતૃત્વ સ્થિતિ જાળવી રાખી છે. પોર્ટનો વાર્ષિક ધોરણે EBITDA ૨૦% વધીને રૂ. ૯૫૬૨ કરોડ થયો છે, જે વસૂલાત અને કાર્ગો વોલ્યુમ વૃદ્ધિમાં મજબૂત સુધારો દર્શાવે છે.. પોર્ટના ૭૦ %EBITDA માર્જિન સાથે અદાણી પોર્ટ અને સ્પેેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. વૈશ્વિક સ્તરે સૌથી વધુ નફાકારક પોર્ટ કંપનીઓ પૈકીની એક બની રહી છે. અમારા ગ્રાહકોને તેમના ઘરઆંગણે સપ્લાય ચેઈન સોલ્યુશન્સ પૂરા પાડવા ઉપર અમારા વધેલા ઝોકને જોતાં અમારું લોજિસ્ટિક્સ બિઝનેસ સેગમેન્ટ અસાધારણ વૃદ્ધિનો અહેસાસ કરી રહ્યું છે. વાર્ષિક ધોરણે લોસ્ટિક્સ બિઝનેસ સેગમેન્ટનો EBITDA ૬૬% વધીને રૂ. ૩૫૪ કરોડ થયો છે, જે સંપત્તિના સુધારેલા ઉપયોગ અને GPWIS રેવન્યુ સ્ટ્રીમના વધેલા હિસ્સા સાથે ૪૦૦bpsના માર્જિન વિસ્તરણ દ્વારા સમર્થિત છે.
મૂડીનું મજબૂત માળખું: APSEZનું ચોખ્ખું દેવું અને EBITDA ગુણોત્તર અમારી માર્ગદર્શિત રેન્જ ૩-૩.૫xની મર્યાદામાં છે, જ્યારે અમારો ગિયરિંગ રેશિયો એકથી નીચે છે. ઋણના વિવિધ કરારોમાં કામગીરી ઇચ્છિત સ્તરો કરતાં વધુ સારી રહી છે. અમારી દેવાની જવાબદારીઓને પરિપૂર્ણ કરવા માટે અમારો એક દોષરહિત ટ્રેક રેકોર્ડ રહ્યો છે અને અમારી આંતરિક ઉપાર્જન ક્ષમતા અમને કોઈપણ નાણાકીય વર્ષ માટે ગમે તેટલા મોટા પડકારો વિના નિર્ધારિત દેવાની ચુકવણીને પહોંચી વળવા અમોને સક્ષમ બનાવે છે.
બહુવિધ કેટલિસ્ટ સાથે વૃદ્ધિ માટેનું સારું સ્થાન: અમારી સાથે અનેકવિધ કેટલિસ્ટની મોજુદગીના કારણે ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં શરુ થયેલી/ અધિગ્રહણ કરાયેલી સુવિધાઓના ઓપરેશનલ રેમ્પ અપને જોતાં આગામી ક્વાર્ટરમાં અમારું મજબૂત પ્રદર્શન ચાલુ રાખવાનો અમને વિશ્વાસ છે:
- પોર્ટ બિઝનેસ સેગમેન્ટમાં થયેલા નવા ઉમેરામાં – (૧) ઈઝરાયેલમાં હાઈફા પોર્ટ કંપની (૨૦ MMT), (૨) ગંગાવરમ ખાતે નવું કન્ટેનર ટર્મિનલ (૬ લાખ TEU), (૩) કાતુપલ્લી ખાતે લિક્વિડ સ્ટોરેજ ટાંકીઓ, (૪) એપ્રિલ ૨૦૨૩માં ધામરા ખાતે ૫ MMT LNG ટર્મિનલનો સમાવેશ થાય છે અને (૫) કરાઈકલ પોર્ટ (૧૭.૫ MMT), માટે APSEZ ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરીને આધિન LoI પ્રાપ્ત થયું છે.
- લોજિસ્ટિક્સ બિઝનેસ સેગમેન્ટમાં નવી અસ્કયામતોમાં (૧) તાજેતરમાં હસ્તગત કરેલ ૦.૫ MTEUs ની ક્ષમતા સાથે (ભારતનો સૌથી મોટો), ICD Tumb (૨) તલોજા MMLP, (૩) ત્રણ કૃષિ-સાઇલો ટર્મિનલ, (૪) વેરહાઉસિંગ ક્ષમતા ૦.૬ મિલિઅન ચોરસ ફૂટ, (૫) નવી ૧૨ ટ્રેઇન અને 12 મહિના પહેલા કામગીરી ફરી શરૂ કરી હતી તે (૬) કિલા રાયપુર MMLP,નો સમાવેશ થાય છે.
વાર્ષિક ધોરણે નાણા વર્ષ-૨૦૨૩ના નવ માસમાં વ્યવસાયની મુખ્ય ગતિવિધી
ઓપરેશ્નલ ગતિવિધી
પોર્ટ બિઝનેસ
- એપીએસઇઝેડએ ૨૫૨.૯ મિલિઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો છે જે વાર્ષિક ધોરણે ૮%ની વૃધ્ધિ દર્શાવે છે.
- કાર્ગો જથ્થામાં વૃદ્ધિ કોલસા (૨૩%થી વધુ વધારો), પ્રવાહી (ક્રૂડ સિવાય) (૮%થી વધુ વધારો) અને કન્ટેનર (૫%થી વધુ વધારો)ના કારણે થઇ હતી.ઓટોમોબાઈલ સેગમેન્ટનું એકંદર વોલ્યુમ પ્રમાણમાં નાનું હોવા છતાં તેના વોલ્યુમમાં ૨૨% ઉછાળો જોવા મળ્યો છે.
- નાણાકીય વર્ષ-૨૩ના નવ માસ દરમિયાન JNPT દ્વારા સંચાલિત ૪.૪૫ મિલિઅન TEUs સામે ૪.૮૮ મિલિઅન TEU સાથે મુંદ્રાએ સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
- મુન્દ્રા પોર્ટે ૨૩૧ દિવસમાં ૧૦૦ મિલિઅન મેટ્રિક ટન કાર્ગોનું હેન્ડલિંગ નોંધાવ્યું છે. ભારતના તમામ સરકારી તેમજ ખાનગી વ્યાપારી બંદરોને પાછળ રાખીને ભારતના બંદર ક્ષેત્રમાં મુંદ્રા બંદરે ઝડપી વૃદ્ધિ દર્શાવી છે.
- વિત્ત વર્ષ-૨૩ના નવા માસના સમય ગાળામાં પોર્ટ સિવાયના વોલ્યુમો ૧૨% Y-o-Y ના દરે વધ્યા હતા જ્યારે મુન્દ્રાનો વૃદ્ધિ દર ૪% હતો; મુંદ્રા પોર્ટ સિવાયના બંદરોનો હિસ્સો કાર્ગોના ક્ષેત્રમાં ૫૨% થી વધીને ૫૪% થયો છે.
લોજીસ્ટિક્સ વ્યવસાય
- અદાણી લોજિસ્ટિક્સે રેલ વોલ્યુમમાં ૨૬% Y-o-Y વૃદ્ધિ નોંધાવી ૩૫૮,૧૬૨ TEUs અને ટર્મિનલ વોલ્યુમમાં ૩૧% Y-o-Y વૃદ્ધિ ૨૭૬,૫૯૯ TEUs નોંધાવી છે.
- GPWIS કાર્ગો વોલ્યુમ Y-o-Y ૭૦% વધીને ૯.૭૩ MMT થયું.
- નાણા વર્ષ-૨૩ના નવ માસ દરમિયાન એક ડઝન બલ્ક ટ્રેનોના ઉમેરા સાથે કુલ રેકની સંખ્યા વધીને ૮૭એ પહોંચી છે.
બિડ જીતવામાં સફળતા
- હલ્દી ડોક સંકૂલમાં ૨ બર્થનું મિકેનાઇઝેશન
- ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) તરફથી ૭૦ સાયલો બનાવવા માટે LOA, મળવા સાથે અમારી કુલ સાયલો ક્ષમતાને ૪ MMT સુધી લઈ જશે.
- લોની ICD અને વલવાડા ICD માટે H1 બિડર, જે અમારી કુલ MMLP સંખ્યાને ૧૧ પર લઈ જશે.
- પશ્ચિમ બંગાળના તાજપુર ખાતે ઊંડુ સમુદ્રી બંદર વિકસાવવા માટે LOI મળેલ છે
નાણાકીય ગતિવિધી
આવક
- એકીકૃત આવક Y-o-Y ૧૬% વધીને રૂ.૧૫,૦૫૫ કરોડ થઈ
- કાર્ગો વોલ્યુમમાં વૃદ્ધિ અને સુધારેલ વસૂલાતને કારણે પોર્ટની આવક ૨૨% વધીને રૂ.૧૨,૯૦૩ કરોડ થઈ.
- લોજિસ્ટિક્સ બિઝનેસની આવક રૂ. ૧,૨૧૧ કરોડ હતી, જે તમામ સેગમેન્ટ્સ (રેલ, ટર્મિનલ, GPWIS સ્કીમ) અને ટમ્બ આઈસીડીના સંપાદન સાથે ટ્રાફિકમાં થયેલા સુધારાને કારણે ૪૩% ની વૃદ્ધિ દર્શાવે છે.
EBITDA
- એકીકૃત EBITDA ૧૯% વધીને રૂ. ૯,૫૬૨ કરોડ થઇ. આ આવક વૃદ્ધિ પાછળ પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ બિઝનેસ અને ઓપરેશનલ કાર્યક્ષમતા માટે લેવાયેલા પગલાં કારણભૂત છે.
- પોર્ટની આવકમાં વૃદ્ધિને પગલે પોર્ટ્સ EBITDA ૨૦% વધીને રૂ. ૮,૯૭૩ કરોડ થયો છે.
- લોજિસ્ટિક્સ બિઝનેસ EBIDTA ૬૬% વધીને રૂ.૩૫૪ કરોડ થયો અને માર્જિન ૪૦૦ bps વધીને ૨૯.૩% થયો. કાર્ગો જથ્થામાં વધારો, કાર્ગો વૈવિધ્યકરણ અને ઉપયોગના સુધરેલા દરના કારણે તેને મદદ મળી હતી.
APSEZ’નો જોમ વ્યવસ્થાપન અભિગમ
- છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન વિદેશી ચલણના એક્સપોઝર પ્રત્યે કંપનીએ તેના જોખમ વ્યવસ્થાપન અભિગમનું પુન:મૂલ્યાંકન કર્યું છે. કંપની પાસે કુદરતી હેજ એટલે કે નાણાકીય વર્ષમાં દેવા પર પાકતી તારીખના રોકડ પ્રવાહને પહોંચી વળવા માટે ડોલર સાથે સંકલિત ભાવિ પર્યાપ્ત આવક છે..
- કંપનીએ (૧) સક્રિય હેજિંગ અને (૨) ભાવિ આવકમાંથી કુદરતી હેજ સામે પદનામિત બોન્ડ માટે અરજી કરી છે.
- પદનામિત હેજને અનુસરીને કંપનીએ રૂ.૬૪૨ કરોડ (કરની ચોખ્ખી) રકમની MTM FX ખોટનો એક ભાગ સીધી અન્ય વ્યાપક આવકમાં નોંધ્યો છે, જે નિયુક્ત અનુમાનિત વેચાણના વર્ષમાં આવકના નિવેદનમાં ખસેડવામાં આવશે.
નાણાકીય વર્ષ-૨૦૨૩ માટે અપેક્ષિત નિર્દેશ
- રુ.૧૯,૨૦૦ થી રુ.૧૯,૮૦૦ કરોડ આવક
- રુ.૧૨,૨૦૦થી રુ.૧૨,૬૦૦ કરોડની રેન્જમાં EBIDTA
- ૩-૩.૫ xની રેન્જમાં નેટ ડેબ્ટ EBITDA
નાણાકીય વર્ષ-૨૦૨૩ માટે અપેક્ષિત નિર્દેશ
- સમયગાળા માટે EBIDTA રુ.૧૪,૫૦૦-૧૫,૦૦૦ કરોડ
- સમયગાળા દરમિયાન કેપેક્ષ રુ.૪,૦૦૦-૪,૫૦૦ કરોડ
- (બોન્ડ સહિત) રૂ.૫,૦૦૦ કરોડની લોનની ચૂકવણી/ પૂર્વ ચુકવણીઓ
- EBITDA નું ચોખ્ખું દેવું ઘટાડીને ૨.૫x કરવામાં આવશે
ESG ગતિવિધીઓ
- Moody’s ESG સોલ્યુશન્સે ઉભરતા બજારો(ઓકટો-૨૨) વચ્ચે “ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક્સ” ક્ષેત્ર માટે વૈશ્વિક રેન્કિંગમાં APSEZ ને પ્રથમ સ્થાન આપ્યું છે
- APSEZ ૫૯ ભારતીય કંપનીઓમાં પ્રથમ નંબર ધરાવે છે અને મૂડીઝ ESGની આકારણી (ઓક્ટો-૨૨) માં ઉભરતા બજારોમાં વૈશ્વિક સ્તરે તમામ ક્ષેત્રો/ઉદ્યોગોમાં ૮૪૪ કંપનીઓમાં ૯મા સ્થાને છે.
- S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબીલિટી એસેસમેન્ટ (ઓક્ટો.૨૨)માં ગ્લોબલ ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાન્સપોર્ટેશન આંતરમાળખાના ક્ષેત્રમાં 297 કંપનીઓમાંથી APSEZને ટોપ ૧૦માં સ્થાન મળ્યું છે.
- સસ્ટેનાલિટીક્સે વૈશ્વિક સ્તરે મરીન પોર્ટ સેક્ટરની ૪૫ કંપનીઓમાં APSEZ ને ચોથો નંબર આપ્યો છે.APSEZ એકંદરે વૈશ્વિક સ્તરે તમામ ક્ષેત્રોની કંપનીઓમાં ટોચના ૯૬ પર્સેન્ટાઇલમાં સ્થાન ધરાવે છે. તીવ્રતામાં સુધારો: નાણા વર્ષ-૨૩ના નવ માસ દરમિયાન ઉત્સર્જનની તીવ્રતામાં ૪૧% નો ઘટાડો અને નાણાકીય વર્ષ ૨૦૧૬ ના આધાર વર્ષ થી પાણીની તીવ્રતામાં ૫૬% નો ઘટાડો. નાણા વર્ષ-૨૩ના નવ માસમાં વીજળીમાં રીન્યુએબલ વીજળીનો હિસ્સો લગભગ ૧૩% રહ્યો છે.
- ફ્યુઅલ સ્વીચ પર પ્રગતિ: કૃષ્ણપટ્ટનમ બંદર પર ૧૩ ડીઝલ ક્રેન્સમાંથી ૪નું વીજળીકરણ પૂર્ણ થયું છે. ૩૩૮ ઈલેક્ટ્રિક આઈટીવી ખરીદી માટે આપવામાં આવેલા ઓર્ડર પૈકી ૩૦૪ નંગ મોકલવામાં આવ્યા છે.
- કાર્બન ઓફસેટિંગ: APSEZ એ ૮૦૦ હેક્ટર જમીનમાં મેન્ગ્રોવ પ્લાન્ટેશન માટે નવેસરથી વર્ક ઓર્ડર જારી કર્યો છે, અલબત્ત તેના વનીકરણના લક્ષ્યાંકમાં ૫,૦૦૦ હેક્ટરનો વધારો થયો છે.
- નેટ-ઝીરો પ્લાનિંગ પ્રોસેસ: અમે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ (SBTi)માં સબમિશન માટે અમે નેટ ઝીરો પ્લાન ઘડી રહ્યા છીએ.
અન્ય વ્યવસાયની અદ્યતન વિગતો નીચે પ્રમાણેના સંપાદનો પૂર્ણ કરવામાં આવ્યા છે:
· ઇઝરાયેલની સૌથી મોટી પોર્ટ ઓપરેટર હાઇફા પોર્ટ કંપની
· ભારતની અગ્રણી થર્ડ પાર્ટી ઓશન સ્પાર્કલ મરીન સર્વિસ પ્રોવાઈડર
· ભારતનું ત્રીજું સૌથી મોટું નોન મેજર ગંગાવરમ પોર્ટ
· ભારતની સૌથી મોટી લિક્વિડ ટાંકી સ્ટોરેજ પ્લેયર્સમાંની એક થર્ડ પાર્ટી ઇન્ડીઅન ઓઈલટેન્કિંગ લિમિટેડ,
· ૦.૫ MTEUs ની ક્ષમતા સાથેનું ભારતનું સૌથી મોટું ICD ટમ્બ
એવોર્ડઝ
- APSEZ ને મુન્દ્રાની આસપાસના ગામડાઓમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેના લાંબા ગાળાના નિકાલ માટેનું અભિયાન હાથ ધરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રશસ્તિ કરવામાં આવી હતી.
- ભારત સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રથમવાર નેશનલ લોજિસ્ટિક્સ એક્સેલન્સ એવોર્ડ્સ આપવાનું શરુ કરવામાં આવ્યાના આરંભે અદાણી લોજિસ્ટિક્સને ડ્રાઇવિંગ ચેન્જ અને ઇનોવેશનમાં તેના યોગદાન માટે ‘શ્રેષ્ઠ રેલ ફ્રેઇટ સર્વિસ પ્રોવાઇડર’ અને ‘બેસ્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ પ્રોવાઇડર’નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. .
- APSEZ મુન્દ્રાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી “પર્યાવરણ સુધારણા માટે ગોલ્ડ એવોર્ડ” એનાયત થયો છે.
- ૨૨મા ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ્સ ૨૦૨૨ દરમિયાન AVPPLને પર્યાવરણ સુરક્ષા કેટેગરી હેઠળ એવોર્ડ મળ્યો
- ધામરા બંદરે “વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ ૨૦૨૨” હાંસલ કર્યો
- MIDPL ને ૧૨મો એક્સિસ એનર્જી એફિશિયન્સી એવોર્ડ-ડાયમંડ એવોર્ડ મળ્યો
- અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિ.ને એનર્જી એફિશિયન્સી કેટેગરી હેઠળ ‘એપેક્સ ઈન્ડિયા ગ્રીન લીફ એવોર્ડ ૨૦૨૧’ પ્લેટિનમ એવોર્ડ મળ્યો
- અદાણી મોર્મુગાવ પોર્ટ ટર્મિનલ પ્રા. લિ.ને ‘એપેક્સ ઈન્ડિયા ફાઉન્ડેશન’, દિલ્હી તરફથી એનર્જી એફિશિયન્સી કેટેગરી હેઠળ ગોલ્ડ એવોર્ડ મળ્યો.
- દહેજ પોર્ટને ક્વોલિટી કન્સેપ્ટ્સ પર ચોથા સુરત ચેપ્ટર કન્વેન્શન (SCCQC-2022)માં એક એવોર્ડ અને KAIZEN માં એક ગોલ્ડ એવોર્ડ મળ્યો.
