મુંદ્રા તાલુકાની શાળાઓના ‘ઉત્થાન’ માટે અદાણી ફાઉન્ડેશન તરફથી અનોખી ભેટ

~ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોમ્પ્યુટર્સ અને રમતગમતના સાધનો પૂરા પાડ્યા

અદાણી ફાઉન્ડેશન પ્રેરિત ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ મુંદ્રા તાલુકાની શાળાઓને ઉત્તમ ભેટ આપવામાં આવી છે.  વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂટતી કડીઓ પૂરી પાડવા શાળાઓને સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. ભણતરની સાથોસાથ વિદ્યાર્થીઓમાં ટેકનીકલ જ્ઞાન અને રમતગમતમાં રૂચિ જળવાઈ રહે તે હેતુથી રમતગમતના સાધનો અને કોમ્પુટર સિસ્ટમ સહિત બેન્ચ, કબાટ અને બ્લેકબોર્ડ જેવા સાધનો પણ પૂરા પાડવામાં આવ્યા છે. નવતર સુવિધાઓ મળતાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ ખુશખુશાલ થઈ ઉઠ્યા છે.

મુંદ્રા તાલુકાના લુણી, કણજરા, ગુંદાલાની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના ઉત્થાનમાં ખૂટતી કડીઓ જોડવામાં સહયોગ કરવામાં આવ્યો છે. જેમાં લુણીની મધ્યમિક શાળામાં કમ્પ્યુટર સેટ, પ્રિન્ટર, ટેબલ, કબાટ, બ્લેકબોર્ડ જ્યારે એસ.એમ .જે હાઇસ્કૂલમાં રમત ગમતના સાધનો અને બેન્ચીસ આપવામાં આવ્યા છે. તો ગુંદાલાની માધ્યમિક શાળામાં રમતગમતના સાધનો અને જ્યારે કણજરા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર સેટ પ્રદાન કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે તમામ શાળાઓના આચાર્યોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર માનતા વિદ્યાર્થીઓ નવતર સંસાધનોનો ઉપયોગ સર્વાંગી વિકાસમાં કરે અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે એસ. એમ .જે હાઇસ્કૂલના આચાર્ય અક્બરખાને જણાવ્યું હતું કે ‘અદાણી ફાઉન્ડેશન હંમેશા શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ સહાય કરતું આવ્યું છે. તેમના સહયોગથી જરૂરિયાતમંદ માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. તો કન્યાશિક્ષણ પર ભાર મૂકતા આચાર્ય સૌરભ શાહે વિધાર્થિનીઓના ઉજ્જવળ ભાવિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ટકાઉ આજીવિકા અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઉત્થાન માટે સતત અનેકવિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Leave a comment