જી.કે.જન.અદાણી હોસ્પી.આયોજિત દયાપર આરોગ્ય કેમ્પમાં એકજ દિવસે ૨૧૬  દર્દીઓએ લાભ લીધો

~ લખપત તાલુકાની બહેનોમાં   આરોગ્યલક્ષી સુ:ખદ સજાગતા

લખપત તાલુકાની બહેનો હવે ખુદના આરોગ્ય માટે સુખદ કહી શકાય તેવી સજાગતા કેળવી સ્ત્રીરોગ સંબંધી સારવાર લઇ રહી છે,જે છેવાડાના વિસ્તાર માટે આરોગ્યલક્ષી શુભ સંકેત છે.

દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગત શુક્રવારે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ અને જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આયોજન હેઠળની વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ અંતર્ગત  યોજાયેલા આરોગ્ય કેમ્પમાં ૨૧૬ દર્દીઓએ એક જ દિવસમાં સારવાર લીધી હતી જે પૈકી ૭૮  બહેનોએ પોતાના આરોગ્ય અંગે ચકાસણી કરાવી જાગૃતિ દર્શાવી હતી. એટલું જ નહિ પોતાના બાળકો માટે પણ સારવાર લીધી હતી.

આ દયાપર કેમ્પમાં સ્ત્રીરોગ ઉપરાંત મેડિસીનના ૫૮, રેડીઓલોજી હેઠળ ૪૭ બહેનોની ચકાસણી કરવામાં આવી હતી અને ૭ દર્દીઓના ઈસીજી લેવામાં આવ્યા હતા જ્યારે ૨૩ બાળકોને સારવાર અપાઈ હતી.

આ સારવારમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડો.નિલમ પટેલ,ફિઝીશ્યન ડૉ. હર્ષિલ પટેલ, રેડીઓલોજિસ્ટ ડો.રાહુલ વસાવા અને બાળરોગ ચિકિત્સક ડૉ.રિદ્ધિ ચૌહાણ જોડાયા હતા.દયાપર આરોગ્ય કેન્દ્રના તબીબ અને સ્ટાફ તેમજ જી.કે.ના માર્ટિન જ્યોર્જ સહયોગી રહ્યા હતા.

Leave a comment