~ ધુમ્મસના પગલે ઠંડી સાવ નહીંવત થઇ જવા પામી
~ ધુમ્મસનાં પગલે વાહન ચાલકોને દુરના દ્રશ્યો નિહાળવામાં ભારે મુશ્કેલી પડી, શિયાળુ પાક માટે ઝાકળ ફાયદાકારકઃ ખેડૂતો
ધુમ્મસના પગલે આજે સવારે કચ્છમાં ઠંડી સાવ નહીંવત થઇ જવા પામી હતી અને મોટા ભાગનાં સૃથળોએ સવારનું તાપમાન ઉંચકાયુ હતું. દરમ્યાન આજે સવારે ભારે ઝાકળ વર્ષાનાં પગલે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ લખપત તાલુકાના અનેક સૃથળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું. હાઇવે તાથા શહેરોનાં રાજમાર્ગો ઉપર ધુમ્મસનાં પગલે વાહન ચાલકોને દુરના દ્રશ્યો નિહાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ ગાઢ ધુમ્મસની સાથોસાથ મોડી સવાર સુાધી સુર્યદેવતાના દર્શન થયા ન હતા સવારે ૯ વાગ્યા બાદ ધુમ્મસ વિખેરાતા સુર્યદેવતાના દર્શન થયા હતા. શિયાળાની તુ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવી રહી છે. ત્યારે કચ્છમાં આજે વહેલી સવારાથી જ ઝાકળ વર્ષા જોવા મળી હતી.ઝાકળ વર્ષાના પગલે વોકિંગ ટ્રેક પર લટાર મારતા શહેરીજનોએ ઝાકળ વર્ષાની મોજ લુટતા જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે જાહેર રોડ રસ્તા ઉપર પણ ભીના બની ગયા હતા. આ રીતે ઠંડીમાં વાધુ એક ઝાંકળ વરસાદ વરસતા વાતાવરણ પણ ખુશ્નુમાં જોવા મળ્યું હતું અને હાલમાં રવિ પાક માટે પણ ઝાકળ વરસાદ સારી કહેવાય તેવું ખેડૂતો કહી રહ્યા છે અને સામાન્ય રીતે શિયાળુ પાકને પણ ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે ત્યારે આજે રોડ રસ્તા ઉપર ઝાકળ વર્ષા જોવા મળી હતી અને વહેલી સવારે સૂર્યનારાયણ ઉગે એ પહેલા રોડ રસ્તાઓ પર પણ ધુમ્મસ છવાયેલું જોવા મળતું હતું.
