ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બન્યો : પીએમ મોદી

~ મહામારી અને યુદ્ધ છતાં 2022માં ભારત એક ગ્લોબલ બ્રાઈટ સ્પોટ રહ્યું છે

~ 21મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઊર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા રહી છે.

પીએમ મોદીએ બેંગ્લુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલર કુકિંગ સિસ્ટમના ટ્વિન-કૂકટોપ મોડેલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બેંગ્લુરુ ટેક્નોલોજી, ટેલેન્ટ અને ઈનોવેશનની એનર્જીથી ભરપૂર શહેર છે. મારી જેમ તમે પણ અહીંની યુવાન ઊર્જાને અનુભવી રહ્યા હશો. 

કરોડો લોકો ગરીબીમાંથી નીકળી મધ્યમવર્ગની કેટેગરીમાં સામેલ થયા

ઈન્ડિયા એનર્જી વીક-2023 ભારતની જી-20ની અધ્યક્ષતા માટે પ્રથમ મોટો કાર્યક્રમ છે. કરોડો લોકો ગરીબીમાંથી નીકળીને મધ્યમવર્ગની કેટેગરીમાં આવી ગયા છે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે.

ભારતમાં ગેસ પાઈપલાઇનનું નેટવર્ક વધારાશે 

પીએમ મોદીએ કહ્યું કે ભારત પાસે દુનિયામાં ચોથી સૌથી મોટી ક્રૂડ ઓઈલના રિસર્ચની ક્ષમતા છે. હાલ ભારત તેની રિફાઈનિંગ ક્ષમતાને 25 કરોડ ટન વાર્ષિકથી વધારીને 45 કરોડ ટન વાર્ષિક કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારતમાં ગેસ પાઈપલાઈન નેટવર્ક આગામી ૪-૫ વર્ષમાં વર્તમાન 22, 000 કિલોમીટરથી વધારીને 35,000 કિલોમીટર સુધી પહોંચી જશે. મહામારી અને યુદ્ધ છતાં 2022માં ભારત એક ગ્લોબલ બ્રાઈટ સ્પોટ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઊર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા રહી છે. 

Leave a comment