~ કરાટે સ્વરક્ષા જ નહીં, માનસિક અને શારીરિક વિકાસ પણ કરે છે
અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ ખાતે સોલાર પેનલ મેન્યુફેકચ્યુરીંગ ટેકનીશીયનના તાલીમાર્થી યુવાનોને સ્વરક્ષણના અને એક નવતર કાર્યક્રમના ભાગરૂપે માસ્ટર કરાટે એકેડમીના કોચ દ્વારા કરાટેની તાલીમ આપવામાં આવી હતી.
સક્ષમના એક ખંડમાં આયોજિત આ તાલીમ દરમિયાન માસ્ટર કરાટે એકેડમીના સેકંડ ડિગ્રી બ્લેક બેલ્ટ ધારક કલ્પેશ પરમારે જણાવ્યું કે, ‘સ્વરક્ષણ અને ફિટનેસ માટે ઉપયોગી આ તાલીમ સેંકડો વર્ષ પહેલાં સિદ્ધ થઈ છે, જે આજે પ્રત્યેક નવી પેઢી દ્વારા વિકાસ પામી રહી છે. કરાટે માત્ર સુરક્ષા જ નહીં, માનસિક અને શારીરિક વિકાસ પણ કરે છે.’ કલ્પેશભાઈ પાસે તાલીમ લઇ રહેલા અને કરાટે ગોલ્ડ મેડલ હાંસલ કરનારા કાવ્યગીરી ડી. ગોસ્વામી અને ધ્રુવ જોશીએ પણ આ પ્રસંગે તાલીમ આપી હતી.
વ્યવસ્થા સક્ષમ સ્ટાફે પૂરી પાડી હતી.
