~ ભારતથી 70 વર્ષ પહેલા જ ચિત્તા લુપ્ત થઇ ગયા હતા
~ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 12 ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે
ભારતને આવતા 10 વર્ષો દરમિયાન દક્ષિણ આફ્રિકા તરફથી 100 ચિત્તા મોકલવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં 12 ચિત્તા મળશે. ભારતથી 70 વર્ષ પહેલા જ ચિત્તા લુપ્ત થઇ ગયા હતા. ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 12 ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. આ લાવેલ ચિત્તાઓ નામિબિયાથી આવેલ ચિત્તાઓ ભેગા રહેશે. નામિબિયાથી સેપ્ટેમ્બર મહિનામાં લાવેલા ચિત્તાઓને શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં આ ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે.
દક્ષિણ આફ્રિકાએ ભારત સાથે કરેલ કરાર મુજબ, આવતા 10 વર્ષોમાં દક્ષિણ આફ્રિકા ભારતને 100 ચિત્તા આપશે. જેમાંથી 12 ચિત્તા ફેબ્રુઆરી મહિનામાં મોકલવામાં આવશે. આવેલ તમામ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આશરે 70 વર્ષ પહેલા ભારતમાંથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા હતા.
સેપ્ટેમ્બરમાં આવ્યા હતા 8 ચિત્તા:
જણાવી દઈએ કે વર્ષ 2022માં નામિબિયાથી 8 ચિત્તા મંગાવવામાં આવ્યા હતા. નામિબિયાથી આવેલ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા. તમામ ચિત્તાઓને એક વિશેષ પ્રકારની ફ્લાઈટમાં લાવવામાં આવ્યા હતા. આ પહેલી વખત હતું જયારે જંગલી ચિત્તાઓને એક દ્વીપથી બીજા દ્વીપ પર મોકલવામાં આવ્યું હોય. સાઉથ આફ્રિકાના પર્યાવરણ વિભાગે તેમનાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં 12 ચિત્તાઓનો જથ્થો સાઉથ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. આ બધા ચિત્તાઓ નામિબિયાથી લાવેલ ચિત્તાઓ સાથે રહેશે.
પહેલા આવેલ 8 ચિત્તાઓને છોડાશે જંગલમાં:
17મી સેપ્તેમ્બરે નામિબિયાથી લાવી કૂનો નેશનલ પાર્કમાં વસેલા ચિત્તાઓને ફેબ્રુઆરીમાં ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. આ ચિત્તાઓને પહેલા જ નાનાથી મોટા વાડામાં ખસેડવામાં આવ્યા છે. 8 ચિત્તાઓમાં 3 નર અને 5 માદા છે. પાર્કના મેનેજમેન્ટ ચિત્તા ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારના નિર્દેશન હેઠળ મોટા વાડામાં રહી રહેલ ચિત્તાઓને જંગલમાં છોડવાની સાથે પર્યટકો માટે પાર્કમાં થઇ રહેલ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પાર્કના ડીએફઓના જણાવ્યા મુજબ, નામિબિયાથી લાવેલ 8 ચિત્તાઓમાંથી એક બીમાર છે. તેની કિડનીમાં ઇન્ફેકશન થયું છે. રૂટીન ચેકઅપ દરમિયાન માદા ચિત્તામાં થાક અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા હતા જેના કારણે તેણે અલગ શિફ્ટ કરી દેવામાં આવ્યું છે.
પ્રવાસીઓ માટે ખુલશે કૂનો પાર્ક:
નામિબિયાથી લાવેલ ચિત્તાઓને તબક્કાવાર નાના વાડાથી 500 હેક્ટેરના મોટા વાડામાં ખસેડવામાં આવ્યા છે. જોકે ચિત્તાઓને મોટા વાડાથી જંગલમાં છોડવાની તારીખ હજુ જાહેર થઈ નથી. પણ ફેબ્રુઆરીમાં ચિત્તાઓને ખુલ્લામાં છોડવાની યોજના પ્રમાણે તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. કૂનો પાર્કનો બંધ પડેલ ટિકરોલી ગેટ હવે પ્રવાસીઓ માટે ખુલી જશે.
