અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા – માંડવી તાલુકાની 69 શાળાઓમાં યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારો વાંચે છે. જે તેમને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોની ઉર્જા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ઈચ્છતા હતા કે યુવાનો તેની ઉર્જા ઓળખે અને પોતાનો અભિપ્રાય આપે. આ જ કારણ છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

2018 થી કાર્યરત ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી શાળાઓમાં વિવિધ દિવસોની ઉજવણી થતી રહે છે  જેમાં બાળકોમાં જાગૃતિ લાવવાની સાથે તેમને પ્રવૃત્તિમય બનાવવાનો ધ્યેય સાર્થક કરાય છે દરેક વિશેષ દિવસને શાળા પરિવાર અને ઉત્થાન સહાયક દ્વારા સવિશેષ બનાવવા પ્રયત્ન કરાય છે એવો જ એક પ્રયત્ન ભારતના ભવિષ્યના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ઉત્થાન સહાયકોની દેખરેખ હેઠળ કરાયો. એ દિવસે શોર્ટ ફિલ્મ, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નાટક, વેશભૂષા જેવા અનેક કાર્યક્રમો સુંદર રીતે ઉજવાયા હતા. જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ઉત્થાન પ્રાથમિક શાળા સાથે હાઈ સ્કૂલમાં પણ આ વર્ષથી ચાલુ થયું છે. જેમાં ૮ શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઝરપરા ગામમાં ઉત્થાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ” નુક્કડ નાટક “નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામ લોકોનો બહોળો પ્રતિસાદ સાંપળ્યો અને 300 થી પણ વધુ લોકો આ નાટકને જોવા માટે એકત્રિત થયા. આ નાટક યુવાન સ્વામી વિવેકાનંદ ના વિચાર જાણે સમજે અને જીવે તે માટે વિશેષ રીતે સ્વામીજીના વિચારો નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત થતી પ્રવૃત્તિઓ સતત ગામ લોકોને શાળાકીય પ્રવૃત્તિઓ તરફ આકર્ષે છે જેથી ગામ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવવાની સાથે સાથે ઉત્થાન પ્રોજેક્ટને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. ઉત્થાન, અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા માંડવી તાલુકાના ૩૧ ગામોની ૬૯  શાળાઓમાં ધોરણ ૧ થી ૮ના ૧૦૭૮૧ બાળકોને ઉત્થાન પ્રોજેક્ટનો લાભ મળે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકામાં પ્રાથમિક તબક્કે ૧૭ શાળાઓમાં ૨૦૧૮થી શિક્ષણ પ્રકલ્પ “ઉત્થાન” પ્રોજેક્ટ હેઠળ ઉપરોક્ત ૧૭ શાળાઓને આવરી લેવામાં આવી છે. આ પ્રોજકેટ અંતર્ગત પ્રિય વિદ્યાર્થી, ધોરણ ૧ થી ૪ના તમામ બાળકો વિશ્વના આધુનિક પ્રવાહમાં સામેલ થઇ શકે એ માટે અંગ્રેજી અને ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શીખવવામાં આવે છે. તેની સાથે સ્માર્ટ ક્લાસ, લાયબ્રેરી કબાટ અને પુસ્તકો, સ્પોર્ટ્સ કીટ, વિજ્ઞાન કીટ, TLM કીટ અને બાલા પેઇન્ટિંગ થકી શાળાને દરેક પહેલુથી સુસજ્જ કરવામાં આવ્યા છે. દરેક શાળામાં એક ઉત્થાન સહાયકની નિમણુક કરવામાં આવી છે. શાળામાં શિક્ષકો સાથે મળીને ઉત્થાન સહાયકોની મુખ્ય ભૂમિકા “પ્રિય વિદ્યાર્થી” ને લેખન, વાંચન અને ગણન આવડે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીમાં પરિવર્તિત કરવાની છે. તે માટે એકટીવીટી બેઝ લર્નિંગ, TLM દ્વારા શિક્ષણ અને ગ્રુપ લર્નિંગ દ્વારા બાળકોને રસ પડે તે રીતે શીખવવામાં આવે છે.

Leave a comment