આજે સાંજે આપણે સૌ ને આકાશમાં ખૂબ જ અનોખો અને સુંદર ખગોળીય નજારો જોવા મળશે. આકાશમાં ચંદ્ર, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહો આકાશમાં એકદમ સ્પષ્ટરીતે જોવા મળશે. આ અનોખી ખગોળીય ઘટનાનો નજારો આપણે સૌ નરી આંખોથી જોઈ શકીશુ. આ સિવાય વેધશાળામાં દૂરબીનની મદદથી આ સુંદર ખગોળીય નજારો માણી શકાશે. 23 જાન્યુઆરી 2023એ સૂર્યાસ્ત બાદ આકાશમાં પશ્ચિમ દિશા તરફ ચંદ્ર, શુક્ર અને શનિ ગ્રહ ત્રણેય એકસાથે જોવા મળશે.
આજે સાંજે આ સુંદર ખગોળીય ઘટનાને જોઈ શકાશે જ્યારે ત્રણ પ્રમુખ ગ્રહ ચંદ્ર-શુક્ર-શનિની યુતિ જોવા મળશે. 23 જાન્યુઆરીએ દ્વિતીય તિથિ પર સાંજની ગણતરી અનુસાર ચંદ્ર કુંભ રાશિમાં 27 અંશ અને 2 કલા પર હશે અને તેની ક્રાંતિ 16 અંશ 59 કલા દક્ષિણ હશે.
શુક્ર ગ્રહ કુંભ રાશિમાં 25 અંશ 13 કલા પર હશે અને તેની ક્રાંતિ 14 અંશ 29 કલા દક્ષિણ હશે. આ પ્રકારે શનિ ગ્રહ પણ કુંભ રાશિમાં 24 અંશ 50 કલા પર હશે અને તેની ક્રાંતિ 14 અંશ 25 કલા દક્ષિણ હશે. આ પ્રકારે ચંદ્રની સાથે શુક્ર અને શનિ ગ્રહ એક જ રાશિમાં અત્યંત નજીક છે.
આકાશમાં આ દિશામાં અનોખો નજારો જોવા મળશે
જ્યોતિશાસ્ત્ર અનુસાર શનિ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને શુક્ર પણ 22 જાન્યુઆરીએ કુંભ રાશિની યાત્રા પર છે ચંદ્ર 23 જાન્યુઆરીએ સાંજે કુંભ રાશિમાં વિચરણ કરશે. દરમિયાન આજે સાંજે શુક્ર-શનિ અને ચંદ્ર એક રાશિમાં એક સાથે રહેશે. આ રીતે આજે સાંજે ચંદ્ર, શુક્ર અને શનિ ત્રણેય એકબીજાની નજીક આવશે.
23 જાન્યુઆરીએ સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશા તરફ ચંદ્રનો આકાર એક હાંસિયાની જેમ જોવા મળશે. ચંદ્રની બિલકુલ નીચે દક્ષિણ તરફ ચમકતા શુક્ર પણ ખૂબ ચમકતો જોવા મળશે. શુક્ર ગ્રહની નીચે શનિ ગ્રહને પણ સરળતાથી સાથે જોઈ શકાય છે જોકે શનિની ચમક થોડી ફિક્કી રહેશે.
સોમવારે 23 જાન્યુઆરી 2023એ ચંદ્ર 7.54 મિનિટે અસ્ત થઈ રહ્યો છે. દરમિયાન લોકો આ શનિ-શુક્ર અને ચંદ્રના અનોખા નજારાને લગભગ 1 કલાક 30 મિનિટ સુધી ખૂબ જ સારી રીતે નિહાળી શકશે. આ અનોખા નજારાને લોકો પોતાના ઘરના ધાબા પરથી નરી આંખોથી ખૂબ જ સારી રીતે જોઈ શકે છે. આને જોવા માટે કોઈ પણ ટેલિસ્કોપની જરૂર પડશે નહીં.
