રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના

~ નલિયા 3.8 ડિગ્રી સાથે ઠંડુગાર

~ અમદાવદમાં પારો 8.6 ડિગ્રીએ પહોંચી ગયો

ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યમાં વહેલી સવારે અને સાંજના સમય બાદ ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે.  આ સાથે જ કચ્છના નલિયામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સાંજ પડતા જ રસ્તાઓ જાણે સુમસાન બની જાય છે. લોક ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણા કરી રહ્યા છે. અમદાવાદ શહેરનું તાપમાન પણ નીચું જતું રહ્યુ છે. અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં હજુ પણ ઠંડી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે.

ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમા ઠંડીની આગાહી

ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં ઠંડી પવનોથી લઈને ભીષણ ઠંડી પડી શકે છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં શીત લહેર પડી શકે છે. ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં વહેલી સવારે અને સાંજ બાદ ઠંડા પવન ફૂંકાવાનું શરુ થઈ જાય છે. 

શહેર      ઠંડી

નલિયા         3.8

અમદાવાદ    8.6

ભુજ    9.6

ડિસા   8.2

વડોદરા        12.0

રાજકોટ        9.4

સુરત          15.4

Leave a comment