વ્યાજખોરી સામે રાજયભરમાં પોલીસ કડક બની

~ દાગીના કે મિલકત ગિરવે હોવાથી વ્યાજખોર સામે ફરિયાદ કેમ કરવી?

~ પોલીસના લોક દરબારમાં ઓછી ફરિયાદ આવવાનું આ પણ એક કારણ

વ્યાજખોરી સામે રાજયભરમાં પોલીસ કડક બની છે. ગુજરાતભરના જિલ્લાઓમાં પોલીસ દ્વારા લોક દરબારના આયોજન કરવામાં આવ્યા છે અને વ્યાજની ચૂંગાલમાં ફસાયેલા લોકોને સામે ચાલીને રજુઆત કરવા પોલીસ દ્વારા આહ્વાન કરાયું છે તેમ છતા લોક દરબારમાં ગણ્યાગાંઠયા લોકો વ્યાજખોરોની ફરિયાદ લઈને આવી રહ્યા છે. જયારે બીજીતરફ હજારો લોકો વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા છે. ત્યારે, એવું પણ જાણવા મળે છે કે વ્યાજે રૃપિયા લેતી વખતે કેટલાક વ્યાજખોરો વચ્ચે બીજી વ્યકિતને જામીન લેતી હોય છે. આ જામીન વાળી વ્યકિતના કારણે પણ પોલીસ સમક્ષ ઓછી ફરિયાદો આવી રહી છે. 

વ્યાજખોરો સામે પોલીસ કડક બની છે અને લોકોને ન્યાય પણ મળી રહ્યો છે જે ખરેખર સારી બાબત છે. પોલીસ પણ વ્યાજે નાણાં આપતા શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધી રહી છે ત્યારે બીજીતરફ લોકોમાં ચર્ચાતી વાતો અનુસાર, કેટલાક કિસ્સાઓમાં રૃપિયા વ્યાજે લેતી વખતે વ્યાજખોર અમુક ચોક્કસ વ્યકિતને જામીન પર લેતી હોય છે. અને રૃપિયા લેનાર ઉપરાંત જામીન વાળી વ્યકિતના પણ ચેક પોતાની પાસે રાખે છે ત્યારે જો પોલીસ લોક દરબારમાં જો ફરિયાદ કરાય આૃથવા તો ફરિયાદ કરશું તેવું રૃપિયા લેનાર વ્યકિત જણાવે તો જામીનમાં રહેનાર વ્યકિતને પણ હેરાન પરેશાન કરાય છે તેમજ આ ચેક બાઉન્સ કરવાની પણ ધમકી આપવામાં આવે છે. આ કારણોસર પણ લોક દરબારમાં ભોગ બનનારની ઓછી રજુઆતો આવી રહી છે.

એટલું જ નહિં, કેટલાક કિસ્સાઓમાં વ્યાજ ખોરો પાસેાથી મોટી રકમ વ્યાજ પર લેવાઈ છે તેના બદલામાં દાગીના ગીરવે મુકવામાં આવ્યા છે તો કેટલાક અમુક મિલકતના દસ્તાવેજો પણ મુક્યા છે. જેાથી, હવે જો લોક દરબારમાં ફરિયાદ કરે તો આ દાગીના અને મિલકતાથી હાથ ધોવા પડે તેમ છે. આમ, પોલીસ આ દિશામાં પણ ભોગ બનનારની હિંમત વાધારે તો વ્યાજખોરીની બદીને નાથી શકાય તેમ છે.

Leave a comment