જી.કે.જન.અદાણી હોસ્પિ.ના ઑર્થો  વિભાગે ભુજના દર્દીની કરી બંને ઘુંટણની  સફળ શસ્ત્રક્રિયા

~ ૬૨ વર્ષની મહિલાએ ૧૧૧કિ.વજન છતાં હિંમતપૂર્વક બંને ઘુંટણનું ઓપરેશન કરાવી  દુખાવામાંથી છુટકારો મેળવ્યો:

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ૬૨ વર્ષીય મહિલાએ ૧૧૧કિલો વજન હોવા ઉપરાંત ડાયાબિટીસની સમસ્યા છતાં પણ  હિંમત અને આત્મવિશ્વાસ તથા તબીબો ઉપર ભરોસાના સથવારે પોતાના બન્ને  ઘુંટણના ઓપરેશન કરાવી દુખાવામાંથી છુટકારો મેળવ્યો હતો.

હોસ્પિટલના ઓર્થો સર્જન અને ઓપરેશનની બાગડોર સંભાળનાર ડૉ.નવીન ગાગલે કહ્યું કે, ભુજના ચંદ્રિકાબેનની ઉંમર અને શારીરિક  વધુ વજનને કારણે બન્ને પગના ઘુંટણમાં વધુ ઘસારો હોતા ચાલવા ઉઠવા અને બેસવામાં તકલીફ હતી.બેઉ ગોઠણ બદલવાની(ની રિપ્લેસમેન્ટ) ખુબજ આવશ્યકતા હતી.તબીબોએ તેમને વિગતે સમજાવતા તેમણે સલાહને સકારાત્મક રીતે લઇ, સહમતી આપી.

ડૉ.ગાગલે શસ્ત્રક્રિયાની જટિલતા અંગે જણાવ્યું કે, ૧૦૦ કિલોથી વધુ વજન ઓપરેશનમાં ઘુંટણ પરની ચરબી ચીરીને છેક સુધી પહોંચવું પડે છે, પરંતુ દર્દીના દ્રઢ મનોબળે અમારો પણ હોંસલો વધાર્યો અને નિશ્ચિત સમયાંતરે તબક્કા વાર શસ્ત્રક્રિયા કરી સફળતા સુધી અંજામ આપ્યો.

આ ઓપરેશનમાં ડૉ.ઉમંગ સંઘવી, ડૉ.દીપ પવાણી, ડૉ. દિશાંત મહેતા, ડૉ. સતીષ ડામોર, ડૉ.અભિષેક રૂપાવારિયા અને ડૉ.શર્મા જોડાયા હતા.અત્રે નોંધનીય છે કે, છેલ્લા ચાર માસમાં ૧૦૦ જેટલા ની-રિપ્લેસમેન્ટના  ઓપરેશન જી.કે.જન.હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યા છે.

Leave a comment