નલિયામાં ચાર ડિગ્રી તાપમાન વધી જતા ઠંડીમાં સામાન્ય રાહત

~ ગઇકાલે દાયકા બાદ બે ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું

~ આગામી દિવસોમાં હજુ પણ વધુ ઠંડી પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે

કચ્છમાં ૨૪ કલાકમાં જ ઠેર ઠેર લઘુતમ તાપમાનનો પારો ૨ થી ૪ ડિગ્રી જેટલો ઉપર ચડી જતા આજરોજ ઠંડીમાં સામાન્ય રાહત અનુભવાઇ હતી. ગઇકાલે નલિયામાં દાયકા બાદ બે ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે ૨૪ કલાકમાં અહિં ચાર ડિગ્રી તાપમાન વાધી જતા આજે નલિયામાં ૬.૧ ડિગ્રી સાથે ઠંડીમાં સામાન્ય રાહત રહેવા પામી હતી.

હાલ સોળે કળાએ શિયાળાનો માહોલ છવાયો છે.કચ્છમાં પણ અઠવાડીયાથી ભારે ઠંડીનો અહેસાસ કચ્છવાસીઓને જવા પામ્યો છે. સાથે ભારે ઠંડા પવનાથી વાતાવરણ ઠંડુગાર બનવા પામ્યું છે. ઇશાન-ઉત્તર તરફના બફલા પવનના કારણે આખો દિવસ લોકો ઠુંઠવાય જવા પામ્યા છે. સ્વેટર, મફલર, શાલ, ટોપી પહેરી લોકો જોવા મળી રહ્યા છે.

આજે કચ્છ સહિત રાજયનાં વિવિાધ સૃથળોએ પણ સવારનું તાપમાન વાધતા ઠંડીમાં થોડી રાહત અનુભવાઇ હતી. આજે સવારે નલિયાનું લઘુતમ તાપમાન ૬.૧ ડિગ્રી નોંધાયુ હતું. ગઇકાલે નલિયાનું તાપમાન ૨ડિગ્રી રહ્યું હતું. એકંદરે આજે કચ્છમાં ઠંડીના પ્રમાણમાં થોડી રાહત રહી હતી. તેમજ આજરોજ સવારે કંડલામાં ૧૨ અને ભુજમાં ૧૦.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, કચ્છવાસીઓ છેલ્લા થોડા દિવસોથી ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. તેમાં પણ છેલ્લા ૨-૩ દિવસાથી દિવસે પણ ઠંડા પવન ફુંકાતા ભર બપોરે પણ ધ્જી રહ્યા છે. અને સુર્યનારાયણના કોમળ તડકાનો સામનો કરી રહ્યા છે. જયારે ગ્રામ્ય પંથકોમાં તો ગામના ચોરે લોકો તાપણુ કરીને ઠંડીથી રક્ષણ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ગુરૃવારે તાપમાનનો મહત્તમ પારો પણ ૨૫ ડીગ્રીની નીચે સરકી ગયો હતો. આગામી દિવસોમાં હજુ પણ વાધુ ઠંડી પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસાથી શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. સૂસવાટા મારતા પવનની સાથે ઠારની માર વાધુ તીક્ષ્ણ બની હોય તેમ લોકોને ભર બપોરે પણ ગરમ વો પહેરી રાખવાની ફરજ પડી રહી છે.  ઠંડીના લીધે લોકોએ વહેલી સવારે અને રાત્રે ઠંડી ઉડાડવા માટે તાપણું કરી હુંફ મેળવી રહ્યા છે તો ઠંડીના લીધે બજારો સવારે મોડી ખૂલે છે અને સાંજે વહેલી બંધ થઈ જાય છે. વહેલી સવારે હોટલ પર કે ચાની કિટલી પર લોકો ચાની ચુસ્કી લેતા જોવા મળે છે.

Leave a comment