~ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ચાર નવા કેસ
~ ૨૬થી ૩૧ ડિસે.ના બૂસ્ટર ડોઝ લેનારા ૩૨૮૫૬ હતા, જે ૧થી ૬ જાન્યુ.ના ઘટીને ૨૩૭૪૨ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા એક સપ્તાહથી વધારો નહીં થતાં બૂસ્ટર ડોઝ લેનારાના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. ૨૬થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ૩૨૮૫૬ જ્યારે ૧ થી ૬ જાન્યુઆરી દરમિયાન ૨૩૭૪૨ દ્વારા બૂસ્ટર ડોઝ લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ૨૬ થી ૩૧ ડિસેમ્બરની સરખામણીએ ૧ થી ૬ જાન્યુઆરીએ બૂસ્ટર ડોઝ લેનારાઓનું પ્રમાણ ૨૫ ટકાથી વધુ ઘટયું છે. નવા વેરિએન્ટે દેખા દેતાં ભારતમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી દહેશતને પગલે બૂસ્ટર ડોઝ લેનારાના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. ૧૯ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન ૫૨૪૪૨ વ્યક્તિ દ્વારા બૂસ્ટર ડોઝ લેવામાં આવ્યો હતો. જેની સરખામણીએ હવે બૂસ્ટર ડોઝ લેનારાઓનું પ્રમાણ ૫૦ ટકાથી વધુ ઘટી ગયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના માત્ર ચાર નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી બે, કચ્છ-વલસાડમાંથી ૧-૧ કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ ૩૬ એક્ટિવ કેસ છે. અમદાવાદમાંથી ૧૬, વડોદરામાંથી ૮, વલસાડમાંથી ૩, સુરત-સાબરકાંઠા-મહેસાણા-ખેડા-કચ્છ-જામનગર-જુનાગઢ-ગાંધીનગર-ભાવનગરમાં ૧-૧ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
