રાજકોટમાં આજે ભારત-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T20 ફાઈનલ

~ રાજકોટના SCAના સ્ટેડિયમમાં પ્રથમવાર રમાશે ફાઈનલ મેચ

~ T20 સિરીઝમાં બંને ટીમો એક-એક મેચ જીતી ચુકી છે

રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝનો ત્રીજો અને ફાઈનલ મેચ રમાનાર છે. ગઈકાલે બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ગયુ હતું. ક્રિકેટરોને જોવા માટે એરપોર્ટ અને હોટલ નજીક ચાહકોની ભીડ જામી હતી. બંને હોટલોમાં ટીમોનું ભારતીય પરંપરાગત રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. સિરીઝમાં બંને ટીમ એક-એક મેચ જીતી છે આજે નિર્ણાયક મેચ છે. 

ભારત-શ્રીલંકા વચ્ચે આજે નિર્ણાયક ફાઈનલ

રાજકોટના સોરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનના ખંઢેરી ગ્રાઉન્ડમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીનો ત્રીજો અને ફાઈનલ મેચ રમાનાર છે. મેચને લઈને ગ્રાઉન્ડમાં તૈયારી પુર્ણ થઈ ગઈ છે. આ મેચ નિર્ણાચક હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ મેચમાં ટિકિટોનું સંપુર્ણ વેચાણ થઈ ગયું છે. આ મેચને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ જામનગર હાઈવે પર ટ્રાફિકને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આજે સાંજે 7 વાગ્યે મેચની શરુઆત થશે. રાજકોટમાં પ્રથમ વખત સિરીઝની ફાઈનલ મેચ રમાનાર છે. રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રંગાઈ ગયું છે. સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. રાજકોટમાં પ્રથમ વખત જ સ્પાઈડર કેમેરાનો ઉપયોગ થશે તેમજ મેચના પરિણામ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે. 

ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવાયો

રાજકોટમાં ભારત અને શ્રીલંકા મેચને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્ચા ન સર્જાઈ તે માટે પણ પોલીસે વ્યવસ્થા ગોઠવી છે. રાજકોટમાં મેચના સમચે કોઈ ઘટના ન બને તે માટે સ્ટેડિયમમાં પણ પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રાજકોટમાં ક્રિકેટર રોકાયા છે ત્યા ભીડ બેકાબું ન બને તે માટે અને સલામતી માટે પણ પોલીસ નજર રાખશે.

મેચના કારણે ટ્રાફિક ડાઈવર્ટ અંગે જાહેરનામું

રાજકોટમાં આગામી ભારત શ્રીલંકા મેચ હોય તે માટે રાજકોટ પોલીસે ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું. રાજકોટનું ખંઢેરીનું સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે પર આવ્યુ હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોય છે. આગામી ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તારીખ 07 જાન્યુઆરીના 05 કલાકથી તારીખ 08 જાન્યુઆરીના 01 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે તથા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. 

આ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ આપવામાં આવી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના માટે ફરજ પર રોકેયેલા વાહનો, ગુજરાત એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, ઈમરજન્સી એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ મેચ જોવા જતા લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. જો કે ટ્રાફિક ભંગ માટે જો કોઈ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરશે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a comment