અમેરિકાની ટોચની ‘ડ્રોન’ મેન્યુફેક્ચરિંગ કંપની ભારતની કંપની સાથે ભારતમાં ‘ડ્રોન’ વિમાનો બનાવશે

~ GA- ASI ભારત- ફોર્જની સાથે મળી માનવ રહિત આ વિમાનો બનાવતા અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

અમેરિકાની જનરલ એટમિક્સ કંપનીની પેટા કંપની ‘જનરલ એટમિક્સ એરોનેટિક સીસ્ટીમ ઇન્ડસ્ટ્રીઝ’ (GA- ASI ) સાથે, ભારતની ‘ભારત ફોર્જ લિમિટેડે ભાગીદારી સાધી છે અને બંને કંપનીઓએ સાથે મળી મોટા ભારતીય ડ્રોન વિમાનો ભારતમાં જ બનાવવા કરારો કર્યા છે.’

આ જીએ-એએસઆઇ કંપનીનું મુખ્ય મથક અમેરિકાના સાન-ડીગોમાં આવેલું છે તે ભારતમાં જ ભારત ફોર્જની સાથે મળી મોટા કદના ડ્રોન વિમાનો બનાવવાની છે.

આ કંપનીની માતૃ કંપની જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ વિવેક બાલે કહ્યું હતું કે, જીએ- એએસઆઇ ભારત ફોર્જ સાથે ઉત્પાદન કરવા આતુર છે.

તેઓ કહે છે કે ભારત ફોર્જને અતિ સૂક્ષ્મ પ્રકારની સલામતી માટેના ઉપયોગી સ્પેર-પાર્ટસ બનાવવાનો પચાસ વર્ષનો અનુભવ છે તેથી તે અમેરિકાની જીએ એએશઆઇને ડ્રોન વીમાનોની સંરચના તે માટે જરૂરી ઇજનેરી ક્ષમતા, ઉત્પાદન પછી અનિવાર્ય બની રહેલી પરીક્ષણ માટેની ક્ષમતા તેમજ પરીક્ષણ પછી તેની યોગ્યતા સિદ્ધ કરવા માટેની વ્યવસ્થા તે બધું જ ભારત ફોર્જ ધરાવે છે.

ફોર્જિંગ- ક્ષેત્રે તો તે દુનિયાભરમાં જાણીતી થઈ ગઈ છે, તેના એરો-સ્પેસ વિભાગે અમોને તે કંપની સાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા છે. આ કંપની આગામી પેઢીના ‘મોસ્ટ એડવાન્સ્ડ અનમેન્ડ એરિયલ વ્હિકલ’ બનાવનારી છે.

ભારત ફોર્જના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા કલ્યાણીએ કહ્યું હતું કે, એરો-સ્પેસ તે હાઇ-ટેક્નોલોજીકલ ઇન્ટેન્સીવ ડોમેઇન (ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજી ક્ષેત્રમાં) આવે છે. તે માટે ઉત્પાદન- પ્રતિબદ્ધતા, વિશ્વસનીયતા અને ‘શૂન્ય-ક્ષતિ’ અનિવાર્ય છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, તે સ્વયંમેવ એક સંસ્કૃતિ છે. તેમાં લોકો ઉપર તથા પ્રક્રિયા ઉપર તેમ બંને તરફ ધ્યાન આપવું અનિવાર્ય છે. અમારી સાથે જીએ-એએસઆઇએ જોડાણ સાધવા તૈયારી દર્શાવી છે તે જ અમારી ક્ષમતાનું પ્રમાણપત્ર છે.

Leave a comment