~ ટેટુ, મસા, ખીલ, કાળા સફેદ દાગ વિગેરે માટે પ્રતિમાસ અંદાજે ૧૫૦ જેટલા દર્દીઓ લાભ લે છે
આજકાલ શરીર ઉપર ટેટુ ચિતરામણનો ખુબ ક્રેઝ છે.યુવા વર્ગમાં તેનું જબરું ચલણ છે.પરંતુ યુવા વર્ગને કેટલીક ખાસ જોબમાં પ્રવૃત થવું હોય કે, કેટલાક કારણોસર આવા ટેટુ અંગો પરથી હટાવવાં હોયતો પણ દૂર કરાવી શકાય છે.અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં સ્કિન વિભાગમાં ટેટુ સહિત કેટલીક બિનજરૂરી અડચણો શરીર પરથી હટાવવા પણ આવી રહ્યી હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું.
જી.કે.જનરલ હોસ્પિટલના સ્કિન વિભાગના સિનિયર રેસિડેન્ટ ડો.જૂઈ શાહે જણાવ્યું હતું કે માત્ર ટેટુ જ નહિ પરંતુ, ચામડી ઉપરના દાગ, ધબ્બા, ડાર્ક સર્કલ વધારાના વાળ અને ખીલના ખાડા દૂર કરવા માટે ચામડીના દર્દીઓ આવે છે એટલું જ નહિ, ચહેરાની ચમક વધારવા માટે લાભાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે. દર્દીના શરીર પરથી અણગમતા વાળ દૂર કરવા હોય કે ટેટુ હટાવવું હોય તો જી.કે. માં લેઝર પદ્ધતિથી તબીબો ચામડી પરથી બિનજરૂરી નડતર દૂર કરે છે.
હોસ્પિટલમાં દર મહિને અંદાજે ૧૫૦ જુદા જુદા ખીલ, વાળ, કાળાદાગ વિગેરે દૂર કરવા માટે જી.કે.માં લેઝર પદ્ધતિ લોકપ્રિય બની રહી છે.વિવિધ પરિસ્થિતિ માટે લેઝર જેવા સબંધિત કાર્ય માટે અલગ ઉપકરણોથી આ કામગીરી અત્રે કરવામાં આવી રહ્યી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, જેમકે ટેટુ માટે, ચહેરાના કાળા ધબ્બા અને દાગ માટે ક્યૂ સ્વીચ્ડ એંડિયાગ ડાયોડ લેઝર, બિનજરૂરી વાળ દૂર કરવા (લેઝર હેર રિડક્સન), ખીલનાં ખાડા દૂર કરવા અને ચામડીના મસા માટે કાર્બન ડાયોક્સાઇડ લેઝર, લોહીના મસા સારું આઇપીએલ લેઝર, ચહેરાની ચમક વધારવા માટે તેમજ કરચલી હટાવવા અંગે એમએનઆરએફ સિસ્ટમ, તેમજ સોરાયસીસ, કોઢ અને સફેદ દાગની સારવાર માટે નેરો બેન્ડ યુવી બીં થેરાપી ઉપયોગમાં લેવાય છે. સ્કિન નિષ્ણાંતો ડો.દિપાલી વાડુકુલ, ડો.કિંજલ પટેલ તેમજ જુનિ.રેસિ.ડો.કૃણાલ દુધાત્રા તેમજ ડો.માનસી, ડો.મીરા અને ડો.પ્રેરક વિગેરે આ કામગીરી કરે છે .
