અદાણી ટ્રાન્સમિશને ગ્લોબલ સસ્ટેનેબિલીટી લિડરશીપ એવોર્ડ જીત્યો

ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વીજ વિતરણ કંપની તથા વિભિન્ન ઉદ્યોગો સાથે સંકળાયેલા અદાણી જૂથના પોર્ટફોલિઓનો એક ભાગ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે  મોરેશિયસમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટીનો તરફથી ‘બેસ્ટ સસ્ટેનેબલ સ્ટ્રેટેજીઝ – પાવર ઈન્ડસ્ટ્રી’ ની શ્રેણીમાં  ‘ધ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’ જીત્યો.છે.

વર્લ્ડ સસ્ટેનેબિલિટી એ એક બિન-નફાકારક સંસ્થા છે જે ટકાઉ નેતૃત્વની હિમાયત કરે છે. વર્લ્ડ સસ્ટેનેબિલિટી એ સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો, જાહેર હિતોના સમૂહો અને સરકારી એકમોને સારા ભવિષ્ય માટે ટકાઉ વેપારી રીતરસમોને વેગ આપવા અને તે વિષે શિક્ષીત કરવા માટે આગળ લાવવાના પ્રયાસ કરે છે

અદાણી ટ્રાન્સમિશન લિ.ને તેના B2C આર્મ એવા અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ (AEML.) દ્વારા મુંબઈ પ્રદેશમાં વિતરણ માટે જથ્થાબંધ વીજની પ્રાપ્તીમાં રિન્યુએબલ એનર્જીને વધારવાની તેની અનન્ય વ્યૂહાત્મક પહેલ માટે વિજેતા ઘોષિત કરવામાં આવી છે. વર્લ્ડ સસ્ટેનેબિલિટી દ્વારા પુરસ્કાર માટેના અન્ય માપદંડોમાં નિયમનકારી આવશ્યકતાઓનું પાલન, જોખમ વ્યવસ્થાપન માટેનો અભિગમ અપનાવવાના પરિણામે  વેપારમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે વ્યૂહરચનાઓના અમલીકરણથી થતા નુકશાનના કંપનીના ખર્ચમાં ઘટાડો થશે

વર્લ્ડ સસ્ટેનેબિલિટી દ્વારા પસંદ કરાયેલ નિષ્ણાતોની જ્યુરી દ્વારા આ માપદંડો પર કંપનીનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને અદાણી ટ્રાન્સમિશન લિ.ની અરજીની વિગતવાર ચકાસણીના આધારે જ્યુરીએ શ્રેષ્ઠ ટકાઉ વ્યૂહરચનાઓ – પાવર ઇન્ડસ્ટ્રી ની શ્રેણીમાં કંપનીને ‘વિજેતા’  જાહેર કરી છે.

એક સસ્ટેનેબલ વર્લ્ડ માટે સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ કંપનીઓ, અગ્રણીઓને જાગૃતિ,કૂશળતા અને તેના અમલ માટે તમામ સ્તરે વૈશ્વિક રીતે જોડીને શ્રેષ્ઠ પરિણામ પહોંચાડવામાં મદદ કરે છે. અદાણી ટ્રાન્સમિશન લિ.ના લાંબાગાળાના પર્યાવરણ-સામાજિક સુશાસન (ESG) માટેની પ્રતિબધ્ધતાને માન્યતા આપવાની દીશામાં આ એવોર્ડ વધુ એક પ્રોત્સાહવર્ધક છે.

અદાણી ટ્રાન્સમિશન લિ. વિષે:

અદાણી ટ્રાન્સમિશન લિ. ભારતના સૌથી મોટા અદાણી ઉદ્યોગ સમૂહની વીજ ટ્રાન્સમિશન અને વિતરણ કરતી કંપની છે. ખાનગી ટ્રાન્સમિશન ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. ઉત્તરોત્તર ઉમેરાતા હાલ ૧૮,૭૯૫ સીકેટી કિ.મી.નું નેટવર્ક ધરાવે છે જે પૈકી હાલમાં ૧૫,૦૦૩ સીકેટી કિ.મી.વિસ્તારમાં નેટવર્ક કાર્યરત છે અને ૩૭૯૨ સીકેટી કિ.મી.માં ટ્રાન્સમિશન લાઇનના નિર્માણનું કાર્ય વિવિધ તબક્કે ચાલે છે. અદાણી ટ્રાન્સમિશન લિ. મુંબઇ અને મુંદ્રા સેઝના મળીને ૧૨૦ લાખથી વધુ ગ્રાહકોને સેવા પુરી પાડતા વીજ વિતરણ વેપારનું  સંચાલન પણ કરે છે.ભારતની વીજળીની માંગ આગામી વરસોમાં ચારગણી થવાની સંભાવના છે તે માટે વીજ વિતરણનું મજબૂત અને ભરોસાપાત્ર જરુરી નેટવર્કનું નિર્માણ કરવા પૂરા જોમ જૂસ્સાથી સજ્જ છે.

Leave a comment