~ ICC નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે. આ ટેસ્ટ સીરીઝમાં ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે ICCએ નવા ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. આ રેન્કિંગમાં ભારતના રવિચંન્દ્રન અશ્વિને લાંબી છલાંગ લગાવી છે.
બૉલિંગમાં ચોથા, ઑલરાઉન્ડરમાં બીજા સ્થાન પર પહોંચ્યો અશ્વિન
મીરપુરમા રમાયેલી બાંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા અશ્વિનનો લેટેસ્ટ બૉલિંગ રેન્કિંગમાં એક સ્થાનનો સુધારો કરીને સાથી ખેલાજી જસપ્રીત બુમરાહની સાથે ચૌથા સ્થાન પર પહોંચી ગયો છે. બીજી તરફ ઑલરાંઉન્ડરના લિસ્ટમાં તેને ખુબ જ ફાયદો થયો છે. તે ઑલરાંઉન્ડરના રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચી ગયા હતા. રવિન્દ્ર જાડેજા આ લિસ્ટમાં પહેલા નંબર પર છે. અશ્વિનને ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. આ લિસ્ટમાં અશ્વિન ત્રણ સ્થાનનો ફાયદો થઈને તે હવે 84માં સ્થાને પહોંચ્યો હતો. અશ્વિને બાંગ્લાદેશ સામે બેટીંગ અને બૉલિંગમાં ખુબ જ સારુ પ્રદર્શન કર્યુ હતું. અશ્વિને બીજા મેચમાં 6 વિકેટ લીધી હતી અને 42 રન પણ બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે જ ભારતનો વિજય થયો હતો.
શ્રેયસ અય્યર અને ઉમેશ યાદવની રેન્કિંગ પણ સુધરી
ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે પણ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં એક છલાંગ લગાવી છે. ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં અય્યર એકંદરે 10 સ્થાનની છલાંગ લગાવીને 16માં સ્થાને પહોંચી ગયો છે. ઐયરના કુલ 666 રેટિંગ પોઈન્ટ છે. આ ઉપરાંત અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવ તાજેતરના રેન્કિંગમાં છલાંગ લગાવનાર અન્ય ભારતીય ખેલાડી હતો. બોલરોની યાદીમાં તે પાંચ સ્થાન આગળ વધીને 33મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઓલરાઉન્ડરોમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 48મા સ્થાને પહોંચી ગયો છે. યાદવે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી.
