~ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,552 થઈ ગઈ
~ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 268 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોનાને લઇ કેસોમાં થોડો વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 268 નવા કેસ નોંધાયા છે, જે આગળના દિવસની સરખામણી કરતા વધારે છે. 27 ડિસેમ્બરે દેશમાં કોરોનાના 188 કેસ નોંધાયા હતા. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,552 થઈ ગઈ છે. વધતા કેસો વચ્ચે કોરોનાની રસીની માંગને લઈને પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રસીના 99,231 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના વૈશ્વિક આંકડા પર નજર
જયારે વૈશ્વિક કોરોના કેસ પર નજર કરવામાં આવે તો હાલ કુલ વૈશ્વિક કેસો 66 કરોડ આસપાસ જોવા મળી રહ્યા છે. જયારે અત્યાર સુધીમાં કુલ 66 લાખ લોકો કોનાનના લીધે મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કુલ 5 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થાય છે.
રિકવરી રેટ અંગે માહિતી
રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.8 ટકા છે. હવે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,43,665 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં દૈનિક સકારાત્મક દર 0.11 ટકા છે અને સાપ્તાહિક સકારાત્મક દર 0.17 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 91 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,36,919 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
એરપોર્ટ પર કુલ 6,000 લોકોના ટેસ્ટમાં 39 લોકો પોઝિટિવ મળી આવ્યા
એરપોર્ટ પર કુલ 6,000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 39 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. આ પરીક્ષણો 26 અને 27 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા. તમામ પોઝિટિવ મુસાફરોને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. આજે પણ બેંગલુરુ એરપોર્ટ પર ત્રણ વિદેશી મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ત્રણમાં અબુ ધાબી, હોંગકોંગ અને દુબઈના મુસાફરોનો સમાવેશ થાય છે. તમામને બેંગ્લોરની બોરિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ત્રણેયના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.
