અદાણી સંચાલિત જી.કે.જન  હોસ્પીના મેડિસિન વિભાગને  વેન્ટી સહિતની સારવારના બાદ મળી સફળતા

~ 22 વર્ષીય મહિલાનો 17 દિ વસ ની સારવારના અંતે  ખેંચમાંથી છુટકારો

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં માત્ર ૨૨ વર્ષીય મહિલાને સતત આવતી ખેંચ(મિસિયલ ટેમ્પોરલ સ્કેલોરોસિસ)નું ભારે મથામણ બાદ ઉદગમ સ્થાન શોધી,૧૭દી’ની લાંબી સારવારના અંતે ખેંચ બંધ કરી તેં  માટે કારણભૂત મગજના અસરગ્રસ્ત ભાગને ઓપરેશન દ્વારા દૂર કરવા માટે માર્ગ પ્રસસ્ત  કરી આપ્યો હતો.

જી.કે.જનરલના મેડીસીન વિભાગના એસો.પ્રો.અને ડૉ.યેશા ચૌહાણે કહ્યું કે, સુમરાસર ગામના ગીતાબેન રાણા ગરવા સતત ખેંચ અનુભવતા હોવાના કારણે સારવાર માટે આવ્યા હતા.પરંતુ, ખેંચ ગંભીર જણાતા તેમનાં તમામ રિપોર્ટ કરાવતા ખેંચનું મૂળ સ્રોત મળ્યું, પરંતુ તેની અસર વિશેષ હોવાથી લાંબી સારવારની માત્ર આવશ્યકતા નહિ એ ભાગ દૂર કરવું પડે જરૂરી હતું,ઓપરેશન પહેલાં ખેંચ બંધ થવી એટલીજ મહત્વની હોવાથી વેન્ટિલેટર સહિતની ૧૭દિવસની નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી.

એક વખત ખેંચ આવે પછી દર્દીને પોતાની હાલત પર છોડી ના દેવાય કેમકે કોઈપણ ક્ષણે ઑક્સીજન ઘટી શકે અને ખેંચથી મગજને નુકસાન તો હતું જ પણ તે કરતાં વધુ  ડેમેજ થાય એ બાબત ટાળવા આ સારવાર જરૂરી હતી. આ કાર્યમાં ડૉ.સથવારા, ડૉ.શૈલ જાની, ડૉ.સાગર સોલંકી, ડૉ.મયુર પટેલ, ડૉ.વિવેક સોલંકી, ડો.જય ગોર અને નીલમ પટેલ જોડાયા હતા.

તબીબોના જણાવ્યા મુજબ ખેંચ દર્દી માટે ગંભિરતા સર્જી શકે છે.હાથ-પગ સુન્ન થવા,શરીરમાં અસહય પીડા,ડબલ દેખાવું,અસ્પષ્ટ ઉચ્ચાર વિગેરે તેના લક્ષણો છે.  સામાન્ય રીતે મહિલાઓમાં આ રોગ વધુ જોવા મળે છે.  

Leave a comment