અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર માં બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે સાથે સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.આ પ્રવૃતિઓ અંતર્ગત જ શાળાના શિક્ષકશ્રી નારણભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ શાળાના તા.21 ના રોજ રંગોત્સવ સેલીબ્રેશન મુંબઈ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ચિત્રસ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જેમાં ધોરણ-1 થી 8 ના 115 વિદ્યાર્થીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.ધો. 6 માં ભણતા સરસ્વતીબેન નારણભાઈ મહેશ્વરી અને ધોરણ-9 માં ભણતા જાન્વીબેન સુરજીભાઈ નિંજણ એ પ્રથમ નંબર સાથે ટ્રોફી મેળવી હતી. જયારે મોહમદ તાહિર માંજલીયા એ તૃતીય નંબર સાથે કન્સોલેશન સરપ્રાઈઝ ગીફ્ટ મેળવી હતી. કુલ 10 બાળકોએ ગોલ્ડ મેડલ મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું હતું. જયારે 5 બાળકોએ સિલ્વર મેડલ મેળવ્યો. કુલ 97 જેટલા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી ઇનામને પાત્ર બન્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓના ચિત્રની ગુણવતા અને સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાને પણ મોમેન્ટો મળ્યા છે.
શાળાને ગૌરવ અપાવવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ ચિત્રમાં માર્ગદર્શક શિક્ષકશ્રી નારણભાઈ મહેશ્વરીએ એવોર્ડ મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ ભાગ લેનાર તમામને શાળા મેનેજમેન્ટે અભિનંદન પાઠવ્યા હતા.
