કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લઈને મોકડ્રિલની સમીક્ષા કરી

~ દિલ્હી સરકાર 104 કરોડ રૂપિયાની દવા ખરીદશે

ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે આજે દેશભરનાં કોવિડ હેલ્થ સેન્ટરો પર મોકડ્રિલ શરૂ થઈ ગઈ છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લઈને મોકડ્રિલની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી છે. ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટર માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી મેળવી.

તમામ રાજ્યોમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે. ત્યાંના આરોગ્યમંત્રી કોરોના માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી તૈયારીઓની તપાસ કરી રહ્યા છે. એ જ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. 2020-21માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માગે છે.

બીજી તરફ દિલ્હી સરકાર કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દવાઓની ખરીદી અને અન્ય વ્યવસ્થા માટે 104 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

MP: સ્વાસ્થ્ય મંત્રી આજે જન્મદિવસ નહીં ઊજવે :


સ્વાસ્થ્યમંત્રી વિશ્વાસ સારંગે મધ્યપ્રદેશમાં કોવિડ-19 પર આયોજિત મોકડ્રિલનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ ચિંતાજનક નથી છતાં આપણે સતર્ક રહેવું પડશે. તેમણે કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે, પરંતુ મહામારીના વધતા જતા પ્રકોપને કારણે હું જન્મદિવસની ઉજવણી નહીં કરું.

એરપોર્ટ પર શિક્ષકોની ડ્યૂટી :

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવનારા નાગરિકો પર વોચ રાખવા માટે સરકારી શિક્ષકોને એરપોર્ટની ડ્યૂટીમાં લગાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ, બિહારના બૌદ્ધ ગયામાં વિદેશથી આવનારા લોકોના ટેસ્ટિંગ દરમિયાન 11 વિદેશી નાગરિક કોવિડ પોઝિટિવ મળ્યા છે, જેમાંથી એક ઈંગ્લેન્ડના અને 10 મ્યાનમાર તથા બેંગકોકના નાગરિક છે.

બીજી તરફ, દેશભરમાં યોજાનારી આ મોકડ્રિલમાં તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ પણ ભાગ લેશે, સાથે જ IMAએ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે 2020-21માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માગે છે.

  • દિલ્હીમાં 85 સરકારી શાળાના શિક્ષકોને 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર તહેનાત કરવામાં આવશે. તેઓ વિદેશથી અહીં આવતા મુસાફરો પર નજર રાખશે અને તપાસ કરશે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે કે નહીં.
  • કર્ણાટકમાં સિનેમા હોલ, સ્કૂલ-કોલેજ, પબ, રેસ્ટોરન્ટ અને બારમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નવા વર્ષની પાર્ટી સવારે 1 વાગ્યા પહેલાં પૂરી કરવાનો આદેશ આપ્યો છે.
  • સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે દેશનાં તમામ એરપોર્ટ પર મુસાફરોની રેન્ડમ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવી છે.
  • ભારતમાં વિદેશમાંથી 15 પોઝિટિવ મળ્યા.
  • ભારત આવેલા 15 વિદેશી કોરોના સંક્રમિત મળ્યા છે. બિહારના ગયા એરપોર્ટ પર થાઈલેન્ડના 9, મ્યાનમારના એક અને ઈંગ્લેન્ડના એક યાત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ જ સમયે દિલ્હી એરપોર્ટ પર મ્યાનમારના 4 વિદેશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે.
  • કોલકાતા એરપોર્ટ પર પણ 2 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બંને ભારતીય છે. તેમાંથી એક 24 ડિસેમ્બરે દુબઈથી આવ્યો હતો, જ્યારે બીજો મલેશિયાના કુઆલાલંપુરથી આવ્યો હતો.

ચીનથી પરત ફરેલી વ્યક્તિ આગ્રામાં સંક્રમિત થયેલી મળી :

રવિવારે યુપીના આગ્રામાં ચીનથી પરત આવેલી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. એના સંપર્કમાં આવતા લોકોને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. યુવક વ્યવસાયે વેપારી છે અને 23 ડિસેમ્બરે ચીનથી પરત આવ્યો હતો.

બીજી તરફ, કાનપુરમાં એક યુવક પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. એક દિવસ પહેલાં મેરઠમાં પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં ગુજરાતના ભાવનગરમાં પણ એક વેપારીને ચેપ લાગ્યો હતો.

Leave a comment