કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે મહત્વના નિર્ણયો લીધો હતો. ગરીબોને મફત રાશન આપવાની યોજનાને ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે. તેના પર લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હાલમાં 81.35 કરોડ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન આપવામાં આવી રહ્યું છે.
આ સાથે કેબિનેટે સશસ્ત્ર દળો માટે વન રેન્ક વન પેન્શનમાં સુધારાને પણ મંજૂરી આપી છે. જો કે, જે સંરક્ષણ કર્મચારીઓ 1 જુલાઈ 2014 પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે તેમને આ લાભ નહીં મળે.
ચોખા 3 રુપિયા, ઘઉ 2 રુપિયાના ભાવે મળશે
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે બેઠક બાદ જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબોને આપવામાં આવતું અનાજ આગામી એક વર્ષ માટે એટલે કે ડિસેમ્બર 2023 સુધી મફત આપવામાં આવશે. તેનાથી કેન્દ્ર સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. માર્ચ 2020 થી અમલી આ યોજનાને 7 તબક્કામાં લંબાવવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં તેને ત્રણ મહિના લંબાવવામાં આવી હતી.
25 લાખ પૂર્વ સૈનિકોને લાભ થશે
OROP એટલે વન રેન્ક અને સમાન સેવાની લંબાઈ માટે સમાન પેન્શન. આમાં નિવૃત્તિની તારીખથી કોઈ ફરક પડતો નથી. એટલે કે જો કોઈ અધિકારીએ 1985 થી 2000 સુધી સશસ્ત્ર દળોમાં 15 વર્ષ સેવા આપી હોય અને અન્ય અધિકારીએ 1995 થી 2010 સુધી સેવા આપી હોય, તો બંનેને સમાન પેન્શન મળશે. તેનાથી 25 લાખ પૂર્વ સૈનિકોને ફાયદો થશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2014 પછી નિવૃત્ત થયેલા લોકો સહિત લાભાર્થીઓની સંખ્યા 25 લાખને પાર થઈ ગઈ છે. આના કારણે સરકાર પર 8,450 કરોડનો વધારાનો બોજ પડશે.
જુલાઈ 2019 થી અમલમાં આવશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર, સંશોધન બાદ પેન્શન યોજનાને જુલાઈ 2019 થી જૂન 2022 સુધીની એરિયર અથવા બાકી રકમ પણ આપવામાં આવશે. એટલે કે કુલ 23,638.07 કરોડ આપવામાં આવશે. એરિયરની રકમ ચાર અર્ધવાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે. તેનો લાભ સંરક્ષણ દળોમાંથી નિવૃત્ત થનારા તમામને અને ફેમિલી પેન્શનરોને આપવામાં આવશે.
