IPL 2023 માટે આવતીકાલે ઑક્શન

~ મેગા ઓક્શનમાં 405 ક્રિકેટરોની બોલી લગાવવા આવશે

ભારતીય ક્રિકેટના ચાહકો ઈન્ડિયન પ્રિમિયમ લીગની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હોય છે. આગામી IPL 2023 ની સીઝન માટે આવતીકાલે કોચીમાં ખેલાડીઓની મીની ઓક્શન યોજાવાની છે. આ ઓક્શન માટે તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમોની સાથે ચાહકો અને ક્રિકેટરો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPLની આ 16મી મિની ઓક્શન અને કુલ 11મી મિની ઓક્શન છે.  આવતીકાલના ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી સાથે મળવા માટે ટીમના અધિકારી કોચી પહોંચી ગયા છે. આવતી કાલે બપોરે 2 વાગ્યે આ ઓક્શન શરુ થશે. ઓક્શનના અંતમાં દરેક ટીમમાં સામાન્ય 18 ખેલાડી અને સૌથી વધુ 25 ખેલાડી હોવા જોઈએ. દરેક ટીમમાં મહત્તમ આઠ વિદેશી ખેલાડી રાખી શકાય છે.

કેટલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે?
આ વખતે મેગા ઓક્શનમાં 405 ક્રિકેટરોની બોલી લગાવવા આવશે તેમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓ છે. 132 વિદેશી ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશોના છે. આ ઓક્શનમાં કુલ 119 કેપ્ડ અને 282 અનકેપ્ડ ખેલાડીઓ પ્રવેશ કરશે. તમામ ટીમો કુલ 87 ખેલાડીઓને ખરીદી શકે છે, જેમાં વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓ હશે.

ઓક્શનમાં સૌથી મોટી ઉમર અને સૌથી યુવા ખેલાડીઓ કોણ છે?
IPL 2023ના ઓક્શનમાં અલ્લાહ મોહમ્મદ ગઝનફર સૌથી યુવા ક્રિકેટર છે. ગઝનફર અફઘાનિસ્તાન તરફથી રાઈટ આર્મ ઓફ સ્પિનર ​​છે. ઓક્શનમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી અમિત મિશ્રા છે. 40 વર્ષીય અમિત મિશ્રાએ IPLમાં ત્રણ અલગ-અલગ ટીમો દિલ્હી ડેરડેવિલ્સ (2008), ડેક્કન ચાર્જર્સ (2011) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (2013) માટે હેટ્રિક લીધી છે.

Leave a comment