અદાણી મેડિકલ કોલેજ ભુજમાં તબીબી શાખા અંતર્ગત ચાલતી પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાની જુદી જુદી ૧૬ શાખામાં ૫૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાથે નવી અનુસ્નાતક ૭મી બેચનો વિધિવત પ્રારંભ થયો છે.
કોલેજના વ્યાખ્યાનખંડમાં મેડિકલના એમ.એસ.એમ.ડી.સહિતના તબીબી વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવા યોજાયેલા એક સાદા પરંતુ દબદબાપૂર્ણ ઓરીએન્ટેસન કાર્યક્રમમાં કોલેજના વડાઓએ નવા વિદ્યાર્થીઓને તેમના પ્રથમ વર્ષથી લઈ, મેડિકલમાં અનુસ્નાતક બનવા તરફ દોરી જતાં સફરમાં શૈક્ષણિક,સંશોધન અને રચનાત્મક અભ્યાસેત્તર પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો.
અદાણી ફાઉન્ડેશન ના ચેરમેન પ્રીતિબેન અદાણીએ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરતા કહ્યું કે, પોસ્ટગ્રેજયુએટ રેસીડેન્ટ ડૉ.માટે તો આ ગૌરવની ક્ષણ છે પરંતુ સમાજ,માતાપિતા અને સંસ્થા પણ તમારા માટે ગૌરવ લેશે.અદાણી હેલ્થકેર ગ્રુપ હેડ ડો પંકજ દોશીએ તબીબના વ્યવસાયમાં સફળતાનું માપદંડ અન્ય કરતા વિશેષ છે એમ જણાવી જાત પ્રત્યે વફાદાર રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં કોલેજના ડીન ડો.એ.એન.ઘોષે સ્વાગત પ્રવચન કરી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણનો કોલ આપ્યો હતો. મેડિકલ ડાયરેક્ટર ડૉ બાલાજી પિલ્લાઈએ ડૉ ના ઉમદા ભવિષ્ય માટે શીખ આપી,એક તબીબ તરીકે જીવનમાં વ્યવહાર,વર્તણુક અને નૈતિક ધોરણ અમલમાં મૂકવા અને દર્દીની સેવાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે આસ્સ્ટિસ્ટ ડીન ડૉ.સાગનિક રોય સહીત ફેકલ્ટી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.ચીફ મેડી .સુપ્રિ.ડો નરેન્દ્ર હિરાણીએ આભાર માન્યો હતો,જયારે મોનાલી જાનીએ સંચાલન કર્યું હતું.કાર્યક્રમની સાથે પેથોલોજી વિભાગના હેડ ડો.લાંજેવર નિવૃત થતા હોઈ તેમને વિદાય આપવામાં આવી હતી.
