~ રાજસ્થાન સરહદથી પાકિસ્તાની માફિયા ડ્રગ્સ ઘૂસાડતા હોવાની શંકા
~ કચ્છમાં ભોજાયના શખ્સને બે વખત ૫૦-૫૦ ગ્રામ ડ્રગ્સ પહોંચતું કરનાર પોખરણનો ભોમસિંહ સોઢા કેરિયર કે મુખ્ય સપ્લાયર?
ભુજ-માંડવી રોડ પરાથી એસઓજીની ટીમે ગત શુક્રવારે સાંજે રૃપિયા ૭.૭૯ લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ત્રણ લોકોને ઝડપી પાડીને ૮ દિવસના રિમાન્ડ મેળવી પુછતાછ કરતાં રાજસૃથાનના સપ્લાયરનું નામ બહાર આવ્યું હતું. જેાથી પશ્ચિમ કચ્છ પોલીસની એક ટીમ રાજસૃથાન ધસી ગઇ હતી. અને પોખરણ ખાતેથી સપ્લાયરને દબોચી લઇ ભુજ લઇ આવ્યા હતા. પકડાયેલા રાજસૃથાની આરોપીએ કચ્છ આવીને ભોજાયના શખ્સને બે વખત ૫૦-૫૦ ગ્રામ ડ્રગ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની વિિધવત ધરપકડ બતાવીને વાધુ પુછપરછ હાથ ધરી છે.
પશ્ચિમ ઓપરેશન ગૃપની ટીમે મુળ માંડવી તાલકાના ભોજાય ગામના ભુરૃભા ખેતુભા સોઢા, લીલાવંતીબેન ઉર્ફે લીલાબા વિજયસિંહ ચૌહાણ અને તેમના પુત્ર વિપુલસિંહ વિજયસિંહ ચાંહાણને મેફેડ્રોન ડ્રગ્સના જથૃથા સાથે પકડી પાડીને કોર્ટમાંથી ૨૬ ડીસેમ્બર સુાધીના રિમાન્ડ મેળવ્યા હતા. પકડાયેલા ભૂરૃભાની પુછપરછમાં રાજસૃથાનનો શખ્સ જથૃથો આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેાથી એમ ડી ડ્રગ્સનો જથૃથો આપી જનારા સપ્લાયરને ઝડપી લેવા રાજસૃથાન પોલીસ ટુકડી પહોંચી હતી. અને પોખરણ રાજસૃથાનાથી આરોપી ભોમસિંહ જગતસિંહ સોઢા (ઉ.વ.૨૯)ને ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપીની પુછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, અગાઉ બે વખત ભુજ આવીને ભુરૃભા સોઢાને ૫૦-૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ આપી ગયો હતો. પોલીસે આરોપી ભોમસિંહની વિિધવત ધરપકડ કરીને અન્ય કોઇને ડ્રગ્સનો જથૃથો આપ્યો છે કે કેમ તેમજ આગાઉ પકડાયેલ ભુરૃભાએ ડ્રગ્સ કોને વેચ્યું છે. તે સહિતની વિગતો જાણવા જીણવટભરી તપાસ શરૃ કરી છે.
બીજી તરફ, રાજસૃથાનના પોખરણનો ભોમસિંહ ખરેખર મુખ્ય સપ્લાયર છે કે કેરિયર? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાકિસ્તાન સરહદ નજીકના ગામનો ભોમસિંહ બે વખત કચ્છ આવીને ૫૦-૫૦ ગ્રામ ડ્રગ્સ ભોજાયના શખ્સને આપી ગયો હતો. મુખ્ય સપ્લાયર હોય તો આટલી ઓછી માત્રામાં ડ્રગ્સનો આપવા માટે કચ્છના ધક્કા ખાય તે વાત પોલીસને ગળે ઉતરતી નાથી.
ભોમસિંહ પાકિસ્તાનાથી મોકલવામાં આવતા ડ્રગ્સની કોના ઈશારે હેરાફેરી કરતો હતો? તે અંગે પણ પોલીસની તપાસ ચાલી રહી છે. રાજસૃથાન સરહદાથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ડ્રગ્સ ઘૂસાડતા હોવાની આશંકાથી તપાસ બાદ દેશની સુરક્ષા એજન્સીઓ સાથે મહત્વની જાણકારીની આપ-લે કરવામાં આવશે.
પોલીસે મેઈન સપ્લાયરને ૩૬ કલાકમાં ઝડપી લીધો
ડ્રગ્સના સપ્લાયર રાજસૃથાનના ભોમસિંહનું નામ અને મોબાઇલ નંબર મળ્યા હતા. બાદમાં માધાપરના પીએસઆઇ જે.ડી સરવૈયા અને તેમની ટીમને ટાસ્ક અપાયો હતો. જેાથી પોલીસ ટુકડી રાજસૃથાન પહોંચી હતી. ભોમસિંહનું લોકેશન મેળવીને પોખરણ જિલ્લામાંથી ૩૬ કલાકમાં જ ઝડપી લીધો હતો.
