મેડિકલનું સતત શિક્ષણ ડોક્ટર્સને સક્ષમ બનાવે છે: ડો. પંકજ દોશી, હેડ અદાણી હેલ્થકેર ગ્રુપ
તબીબી જગતમાં સતત ચિકિત્સા શિક્ષણ (CME) દ્વારા મેડિકલ ક્ષેત્રની નવી ગતિવિધિ વિષેની જાણકારી ડોક્ટર્સને સક્ષમ બનાવે છે. આવી રચનાત્મક પ્રવૃતિ નિશ્ચિત સમયાંતરે ચાલુ રાખવા અદાણી હેલ્થકેર ગ્રૂપના હેડ ડો. પંકજ દોશીએ આહ્વાન કર્યું હતું.
અદાણી મેડિકલ કોલેજ ખાતે એપોલો હોસ્પિટલ અમદાવાદ અને નેશનલ મેડિકલ અકાદમી ઓફ સાયન્સના ઉપક્રમે આયોજિત આ રાજ્યક્ક્ષાની ચિકિત્સા કોન્ફરન્સને વર્ચ્યુયલ ઉદબોધન કરતા ડો. પંકજ દોશીએ વધુમાં કહ્યું કે, મેડિકલ ક્ષેત્રમાં તબીબો આવા પરિસંવાદથી સતત શિક્ષણ લેતા રહેશે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે જ સાથે દર્દીઓ અને સંસ્થા માટે પણ ઉપયોગી પુરવાર થશે.
એપોલો હોસ્પિટલ અમદાવાદનાં મેડિકલ સર્વિસિસના ચીફ કન્સલ્ટન્ટ અને બોંન્મેરો ટ્રાન્સપ્લાન્ટના તજજ્ઞ લેફ્ટેન્ટ જનરલ ડો. વેલુ નાયરે કહ્યું કે, સમગ્ર રાજયમાં અમદાવાદ પછી અદાણી મેડિકલ કોલેજે આ પહેલ કરી છે એ અંગે વહીવટીતંત્રને અને ખાસ કરીને મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈને અભિનંદન આપતા કહ્યું કે, આ એક ઉમદા પહેલ છે કારણ કે, ચિકિત્સા ક્ષેત્રે સતત અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. તેમણે નેશનલ એકાદમી ઓફ મેડિકલ સાયન્સ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન. ઘોષે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ગેઇમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ કંટીન્યુઇંગ મેડિકલ એજ્યુકેશનનું (CME)મહત્વ સમજાવ્યું હતું. આ પૂર્વે એપોલો હોસ્પિટલ ના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.મહર્ષિ દેસાઈએ ફલૂ , કોરોના અને કોમન કોલ્ડ ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપી પ્રવર્તમાન સમયમાં ચાલતા સંશોધન અંગે માહિતી આપી હતી. જ્યારે ડો. વેલુ નાયરે ડેન્ગ્યુ ફીવર અંગે નવું અપડેટ આપી અટકાવ અને તેની સામેના પડકારો અંગે જાણકારી આપી હતી. જ્યારે ઇમરજન્સી ટ્રોમા કેર ઉપર ડો. સંજય શાહે છણાવટ કરી હતી. મોડરેટર તરીકે ડો. બાલાજી પિલ્લાઈ, ઓર્થો સર્જન ડો. ઋષિ સોલંકી રહયા હતા.આ પ્રસંગે મેડિસિનના હેડ ડો. જયેશ ત્રિવેદી, પૂર્વ એસો.ડીન . ડો. એન.એન.ભાદરકા, ડો. માધવ નાવલેકર , ડો. વિજય કુમાર ડો. ગૌરવ શાહ જોનલ હેડ ડો. હર્ષોલ મહેતા અને ડો. મીત ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જી.કે.જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ . ડો. નરેન્દ્ર હિરાણીએ આભાર માન્યો હતો.જ્યારે ડો. મોનાલી જાનીએ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેસી.ડોક્ટર્સ, ઇન્ટન્સ , હેડ ઓફ ધ ડિપાર્ટ મેન્ટ તેમજ સ્ટુડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
