અદાણી ફાઉન્ડેશન તથા કચ્છ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના સંયુક્ત પ્રયાસથી નખત્રાણા તાલુકાનાં ફુલાય – છારી ઢંઢ વિસ્તારમાં ખારાઈ ઊંટને ફિટોડા તથા એંટીસરાનું રસીકરણ કરવામાં આવેલ.” કચ્છમાં આવેલ ખારાઈ ઊંટ એક વિશેષ પ્રતિભા ધરાવતું પ્રાણી છે. કાયમી ધોરણે ચરિયાણ અને રણ વિસ્તારમાં રહેતા આ પ્રાણીની જો સમયસર તેના આરોગ્ય બાબતે કાળજી લેવામાં ના આવે તો માલધારીઓને મોટું નુકસાન થાય છે. “આ બાબતને ધ્યાને લઈને કચ્છમાં વિવિધ સ્થળે વસતા આ માલધારીઓને બે થી ત્રણ જગ્યાએ એકત્રિત કરવાની કામગીરી સહજીવન – ભુજ તથા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કરવામાં આવેલ. બે જગ્યાએ કેમ્પ યોજીને માલધારીઓના ૯૭૩ જેટલા ઊંટોને રસીકરણ કરવામાં આવેલ.
કચ્છ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં ડો. કુલીનભાઈ પટેલ વેટનરી ઓફિસર -ભુજ તથા ડો. હિરજીભાઇ ચૌધરી વેટનરી ઓફિસર -નખત્રાણા તથા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના લાઈવસ્ટોક ઈન્સ્પેકટર સહિતના ૧૬ જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવેલ. સહજીવન -ભુજના પ્રોજેકટ ઓફિસર વિશ્વાબેન ઠક્કર તથા મહેશભાઇ ગરવાએ સમગ્ર સંકલન કરેલ. જ્યારે રસીકરણ માટે રસીની તમામ વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશન – મુંદરાના સિનિયર પ્રોજેકટ ઓફિસર કરશનભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ.
ક્ચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ શ્રી આશાભાઈ રબારીએ ઉપસ્થિત રહીને તમામ માલધારીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું કે “ કચ્છમાં ખાસ વિશેષ પ્રતિભા ધરાવતાં આ પ્રાણીને સાચવવાની સૌની જવાબદારી છે. આ માટે પશુપાલન વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. જ્યારે ઉધોગગૃહની સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણી સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી રસીની વ્યવસ્થા કરવામાં આવે છે. માલધારીઓ સાથે અવિરત કામ કરતી સંસ્થા સહજીવન એ કચ્છમાં ઊંટ પાલન કરતાં માલધારીઓ સાથે સંકલન કરી પોતાની જવાબદારી નિભાવે છે જે અમારા સૌ માટે ગૌરવની બાબત છે. આજે આ કાર્યક્રમ દ્વારા માલધારીઓને ખૂબ રાહત થઈ છે.
અદાણી ફાઉન્ડેશન ગુજરાતનાં સી.એસ.આર. હેડ શ્રી પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે “ કચ્છમાં ઊંટ એ મહત્વનુ પ્રાણી છે, તેની સૌએ સાથે મળીને સંભાળ રાખવી જરૂરી છે, જે કામ આજે થઈ રહ્યું છે.’ ઊંટનું પાલન કરતાં માલધારીઓ સાથે કામ કરવાની તક આપવા માટે આયોજનકર્તાનો આભાર માનું છું.’
ઊંટ પાલક માલધારીઓ સર્વ શ્રી હુસેન ઈસ્માઈલ તથા મુસા દેતા જત -સરપંચ-ફુલાય જુથ પંચાયત, અલી હકીમ, ખમીશા મેરુ વગેરેએ હાજર રહી તમામ સહયોગ કરનાર ડોક્ટરો, અદાણી ફાઉન્ડેશન તથા સહજીવન સંસ્થાનો આભાર માની ઉપસ્થિતોનું શાલ દ્વારા સન્માનિત કરેલ.
