ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવી  ફાઇનલમાં જગ્યા બનાવી

ફ્રાન્સ સતત બીજી વખત ફાઇનલમાં

FIFA વર્લ્ડકપની બીજા સેમીફાઈનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવી વર્લ્ડકપની ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધુ છે. હવે ફાઈનલમાં ફ્રાન્સની ભીંડત 18 ડિસેમ્બરે આર્જેન્ટિના સામે થશે. આ મેચમાં મોરક્કોની ટીમે ફ્રાંસ પર પ્રભુત્વ જમાવ્યું હતું તેમ છંતાપણ ટીમે કોઈ ગોલ ન કર્યો અને નસીબે પણ સાથ ન આપ્યો.  કતારના અલ બાયત સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું.  આ પહેલા પ્રથમ સેમિફાઈનલમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીતને કારણે ફ્રાન્સ હવે સતત બીજી વખત અને ઈતિહાસમાં ત્રીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતવાથી એક ડગલું દૂર છે. ફ્રાન્સની જીતના હીરો થિયો હર્નાન્ડીઝ અને રેન્ડલ કોલો મુઆની હતા. આ બંને ખેલાડીઓએ એક-એક ગોલ કર્યા હતા. 

મોરોક્કોની પેનલ્ટી અપીલ નકારી કાઢવામાં આવી

મોરોક્કો માટે મોટી તક રમતની 27મી મિનિટે સર્જાઈ શકી હોત જ્યારે ટીમના ખેલાડીઓએ પેનલ્ટીની માંગ કરી હતી. ફ્રાન્સ માટે પ્રથમ ગોલ કરનાર થિયો હર્નાન્ડિઝે સોફિયાને બૌફલને નીચે લાવ્યો પરંતુ મોરોક્કોની પેનલ્ટી અપીલ મંજૂર કરવામાં આવી ન હતી. આ સાથે બૌફલને યલો કાર્ડ પણ મળ્યું હતું. આ પછી મેચની પ્રથમ હાફની બાકીની મિનિટોમાં કોઈ ગોલ થયો ન હતો અને ફ્રાન્સની 1-0ની સરસાઈ જાળવી રાખવામાં આવી હતી. 

કોલોએ બીજા હાફમાં ગોલ કર્યો

બીજા હાફમાં પણ મોરોક્કોએ શાનદાર રમત બતાવી પરંતુ તકોનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. મેચની 79મી મિનિટે બીજો ગોલ ફ્રાન્સ માટે રેન્ડલ કોલો મુઆનીએ કર્યો હતો. આ ગોલના કારણે ફ્રાન્સે મેચમાં 2-0ની લીડ બનાવી લીધી હતી, જે અંત સુધી રહી હતી. રેન્ડલ કોલો મુઆનીનો આ પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. આ ફોરવર્ડ ખેલાડી માટે તે ખૂબ જ યાદગાર ક્ષણ હતી. મેચમાં લગભગ 62 ટકા સમય સુધી મોરોક્કોના ખેલાડીઓનો બોલ પર કબજો હતો. ફ્રાન્સ પાસે માત્ર 38 ટકા સમય બોલ હતો. 

Leave a comment