DEOએ આચાર્યને છાત્રોને સ્મૃતિવનના પ્રવાસે જવા પ્રોત્સાહિત કરવા કહ્યું

ગાંધીનગરથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શાળાઅોની કચેરીના કમિશ્નરે 7મી અોકટોબરે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના અાપી હતી કે, કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત માટે બાળકોને પ્રોત્સાહિત કરવા, જેથી ડી.ઈ.અો.અે અાચાર્યોને 15 જેટલી શરતોને અાધીન પ્રવાસ ખેડવા સૂચવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીઅે શિક્ષણ વિભાગના ઠરાવનો ઉલ્લેખ કરતા અાચર્યને લેખિતમાં કહ્યું હતું કે, અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. સરકારી ટ્રાન્સપોર્ટેશન, અાર.ટી.અો. માન્ય વાહનને પ્રાથમિકતા અાપવાની રહેશે. પ્રવાસ અંગે વાલીઅોની સંમતિપત્રની ફાઈલ બનાવી શાળા કક્ષાઅે રાખવાની રહેશે. શિક્ષકોઅે છાત્રોને પ્રવાસન સ્થળોનું શૈક્ષણિક મહત્ત્વ સમજાવવાનું રહેશે. પ્રવેશબંધી હોય ત્યાં જવું નહીં. મંજુરી સિવાયના સ્થળોઅે પણ ન જવું.

ગર્લ્સ સ્કૂલે જિલ્લા બહારના પ્રવાસમાં મહિલા પોલીસની વ્યવસ્થા રાખવી
વિદ્યાર્થીઅોને જિલ્લા બહાર કે રાજ્ય બહારના પ્રવાસમાં પોલીસ કર્મચારીઅોની સુવિધા રાખવી. જે શાળા ગર્લ્સ સ્કૂલ હોય કે પ્રવાસમાં ફક્ત વિદ્યાર્થિનીઅો હોય તો મહિલા પોલીસ કર્મચારીની વ્યવસ્થા કરવી. શક્ય હોય ત્યાં સુધી રાત્રિ મુસાફરી ટાળવી.

શૈક્ષણિક કાર્ય બગડવું ન જોઈઅે
પ્રવાસ અને મુલાકાત દરમિયાન શૈક્ષણિક કાર્ય ઉપર અાડઅસર ન થાય અે રીતે અાયોજન કરવા સૂચના અપાઈ છે.

પ્રવાસ ખર્ચનો હિસાબ નોટિસ બોર્ડ ઉપર
પ્રવાસમાંથી પરત અાવ્યા બાદ પ્રવાસ અંગે વિગતવાર ખર્ચ, હિસાબ શાળાના નોટિસ બોર્ડ પર મૂકવા પણ કહેવાયું છે.

Leave a comment