જી.કે.જન.અદાણી હોસ્પિ.માં પરંપરાગત એક્ષ-રે ફિલ્મ ની જગ્યાએ ડિજિટલ રેડિયો સિસ્ટમ

~ નિદાન,ઉપચાર અને એક્ષ-રેનું કાર્ય ઝડપી બનશે

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં લોકો ની સુખાકારી માં વધારો. એ પ્રયાસ અંતર્ગત એક્ષ-રે નું કાર્ય ઝડપી બને એ  માટે તેમાં આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરી ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આમાં પરંપરાગત ફોટો ફિલ્મને બદલે ડિજિટલ એક્ષ-રે સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પધ્ધતિ અખત્યાર કરવાથી એક્ષ-રે ની ફિલ્મ દર્દીને સાથે લઈ જવી જરૂરી નથી બનતી, સીધી ડોક્ટરના કોમ્પુટર સ્ક્રીન પર જોઈ શકાય છે.આ રિપોર્ટને મેઈલ અગરતો પેન ડ્રાઇવમાં પણ લઈ શકે છે. આ ડિજિટલ પ્રક્રિયા માટે એક્સ-રે લેવા વર્તમાન મશીનમાં ખાસ પ્રકારની કેસેટ મૂકવામાં આવે છે.

જી.કે.જનરલ રેડિયોલોજી વિભાગના હેડ ડો.ભાવિન શાહ અને રેડિયોલોજીના આસિસ્ટ.પ્રો. ડો શિવમ કોટક ના જણાવ્યા અનુસાર,હાલમાં રોજ એક્ષ-રે પાડવામાં આવે છે, તેને બદલે અનેક ઘણા એક્સ-રે લઈ શકાશે. દર્દીઓને પણ એક્ષ-રેની ફિલ્મ લઈ જવા- આવવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં, પ્રક્રિયા ડિજિટલ થવાને કારણે ગુણવત્તાવાળી ફિલ્મ મળશે, પરિણામે નિદાન અને ઉપચાર પણ સરળ બનશે.     

Leave a comment