~ બી.એસ.એફની ટીમે બોટ કબ્જે કરીઃ એજન્સીઓમાં દોડધામ મચી
બીએસએફએ હરામીનાળાવિસ્તારમાંથી ૩ પાકિસ્તાની માછીમારોને બોટ સાથે ઝડપી પાડતા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. સર્ચ ઓપરેશનમાં, મ્જીખ ભુજની ટીમે સવારે હરામી નાળામાંથી ૩ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા.૧૧ ડિસેમ્બરના , મ્જીખના પેટ્રોલિંગે હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જોતા એલર્ટ બીએસએફની ટીમ થઈ હતી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી, પરંતુ બીએસએફને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા.
મુશ્કેલ અને પડકારરૃપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત દૃશ્યતા હોવા છતાં, ટિમએ તેમનો પીછો કર્યો અને ૩ પાક માછીમારોને પકડી લીધા હતા. રવિ ગાંધી, ઇન્સ્પેક્ટર જનરલ,ગુજરાત ફ્રન્ટિયરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પકડાયેલા માછીમારોમાં અલી અસગર લાલ ખાન ૨૫ વર્ષ ,જાન મોહમ્મદ લાલ ખાન, ૨૭ વર્ષ, બિલાલબલ ખમીસો, ૨૨ વર્ષ જેઓ તમામ પાકિસ્તાનના ઝીરો પોઈન્ટ ગામના રહેવાસી છે.આ ઇસમોને દરિયાકિનારે લવાયા છે જ્યાંથી સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે,હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળવા પામી નથી.
