કચ્છના કપાયા ગામના પરેશ કોચરાએ કાષ્ઠકળાનો એક ઉત્તમ નમૂનો APSEZ ના એક્ઝ્યુકેટીવ ડાયરેક્ટર રક્ષિત શાહને ભેટ કર્યો

સદીઓથી ભારતીય કાષ્ઠકળા વિશ્વ સમુદાયને આકર્ષિત કરતી રહી છે. લાકડા પર આબેહૂબ કોતરણી કરી તેમાં પ્રાણ પૂરનારા કસબીઓ આજે પણ ઓછા નથી. તાજેતરમાં કચ્છના કપાયા ગામના પરેશ કોચરાએ કાષ્ઠકળાનો એક ઉત્તમ નમૂનો અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોન ના એક્ઝ્યુકેટીવ ડાયરેક્ટર રક્ષિત શાહને ભેટ કર્યો હતો. લાકડા પર કરેલી કોતરણીમાં મહાવીર સ્વામીની છબી અને જૈનધર્મના નવકાર મંત્રો ઉડીને આંખે વળગી રહ્યા છે. હાસ્તકળા દ્વારા તૈયાર થતી કાષ્ઠકળામાં પારંગત પરેશે આવી સંખ્યાબંધ કળા કૃતિઓ, શિલ્પો અને ક્રાફ્ટ્સ તૈયાર કરી કલાકારોમાં ઉદ્યોગસાહસિકતા પ્રબળ કરી છે. રક્ષિતભાઈએ તેમની કળાને ભારોભાર બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પરેશભાઈ અગાઉ અદાણી પોર્ટસ સાથેજ સંકળાયેલા હતા પરંતુ પોતાની કાષ્ટ કળા પ્રત્યેના ઉત્સાહ અને શોખ ખાતર પોર્ટ પરની નોકરી છોડી આ કળા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને અત્યાર સુધીમાં અનેક કૃતિઓ અને બેજોડ શિલ્પોનું નિર્માણ કરી ચુક્યા છે.

Leave a comment