અરુણાચલ પ્રદેશમાં અથડામણની ઘટના ને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં નિવેદન આપ્યુ

~ આપણો એકપણ સૈનિક શહિદ થયો નથી : રાજનાથ સિંહ

~ રક્ષામંત્રીએ સેનાના આ શૈાર્યને અભિનંદન પાઠવ્યા હતા

અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય દળોના વડાઓ સહિત તમામ અધિકારીઓ હાજર રહેશે. શુક્રવારે ભારતીય સૈનિકોએ ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ચીની સૈનિકો ભારતીય સેનાની પોસ્ટ હટાવવા આવ્યા હતા પરંતુ ભારતીય સૈનિકોની તત્પરતાએ ચીની સૈનિકોની યોજનાને બરબાદ કરી દીધી હતી. આ અથડામણમાં બંને સેનાના કેટલાક જવાનો ઘાયલ થયા હતા.

આ અથડામણમાં 6 ભારતીય સૈનિકો થયા હતા ઘાયલ
આ સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચીનની સેના 300 સૈનિકો સાથે યાંગત્સે વિસ્તારમાં ભારતીય પોસ્ટને હટાવવા પહોંચી હતી. ચીની સૈનિકો પાસે કાંટાળી લાકડીઓ અને ડંડા પણ હતા. ભારતીય જવાનોએ તરત જ ચાર્જ સંભાળી લીધો હતો. આ પછી બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભારતીય સૈનિકોને ભારે પડતા ચીની સૈનિકો પાછળ હટી ગયા. ચીની સૈનિકોએ પણ પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી લાવવામાં આવ્યા છે. ચીની સૈનિકો ભારતીય પોસ્ટ પર હુમલો કરવા માટે 15 દિવસથી તૈયારી કરી રહ્યા હતા. સોમવારે તેઓ નિશ્ચિત વ્યૂહરચના મુજબ 17,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા. 

ક્લેમ લાઇન સુધી 2006થી પેટ્રોલિંગ થાય છે : ભારતીય સેના
ભારતીય સેનાએ આ વિશે કહ્યું કે અમે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં LAC ને અડીને કેટલાક વિસ્તારો છે, જે તમામ ક્ષેત્રોમાં આવે છે. અહીં બંને દેશો વચ્ચે અલગ ધારણા જોવા મળી રહી છે. બંને દેશો પોતપોતાની બાજુઓ પર ક્લેમ લાઇન સુધી પેટ્રોલિંગ 2006થી કરે છે. શુક્રવારે ચીનના સૈનિકોએ એલએસી સેક્ટરમાં આગળ વધ્યા, જેનો સામનો અમારી સેનાએ ખૂબ જોર અને તાકાત સાથે કર્યો. બાદમાં બંને દેશના સૈનિકો ત્યાંથી પાછળ હટી ગયા હતા. ફોલોઅપ તરીકે ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. અને શાંતિની ચર્ચા થઈ હતી.

Leave a comment