વાવાઝોડા માંડુસે મચાવી તબાહી

~ નુંગમ્બક્કમ વિસ્તારમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા

વાવાઝોડુ માંડુસ મોડી રાત્રે તમિલનાડુના મામલ્લાપુરમ કિનારે ત્રાટક્યું હતું. ત્યાંના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ અને વાવાઝોડાના કારણે અહીં ત્રણ કલાકમાં 65 વૃક્ષો પડી ગયા હતા અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચક્રવાત માંડુસે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. તે આજે નબળું પડવાનું શરૂ થઇ જશે.

ચેન્નાઈના નુંગમ્બક્કમમાં વાવાઝોડા મચાવી તબાહી 

ચક્રવાત માંડુસ ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન કરી રહ્યું છે. અહીંના નુંગમ્બક્કમ વિસ્તારમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા હતા.

પેટ્રોલ પંપમાં  પણ થયું નુકસાન 

ચક્રવાત માંડુસને કારણે એગ્મોર વિસ્તારમાં જોરદાર પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું તેના કારણે  પેટ્રોલ પંપમાં પણ ભારે નુકસાન નોંધાયું હતું.

વારે દક્ષિણ આંધ્ર પ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદ

ચક્રવાત માંડુસ તમિલનાડુના મામલ્લાપુરમ તટ પર ત્રાટક્યું હતું. આ પછી તેની અસર આસપાસના રાજ્યોમાં પણ દેખાવા લાગી હતી. ચક્રવાતને કારણે આજે સવારે દક્ષિણ આંધ્ર પ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાનશાસ્ત્રીઓના અહેવાલ અનુસાર, તિરુપતિ જિલ્લાના નાયડુપેટામાં સૌથી વધુ 281.5 મીમી વરસાદ નોંધાયો છે.

દીવાલો ધરાશય થતા ગાડીઓ કચડાઈ 

તમિલનાડુમાં ચક્રવાત માંડુસના કારણે તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને દિવાલો પડી રહ્યા હતા. દીવાલ પડવાના કારણે એક ગાડી તેની નીચે આવી હતી.

Leave a comment