1998થી 2017 સુધીમાં ભાજપનો વોટશેર 43થી 48 ટકા વચ્ચે સ્થિર

~ 1998ની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના લીધે કોંગ્રેસને તથા 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીના લીધે ભાજપના વોટશેરમાં પડ્યું હતું ગાબડું

કચ્છની 6 વિધાનસભા સીટ પર 1995ની ચૂંટણીથી મુખ્ય ભાજપ અને કોંગ્રેસનો જ મુકાબલો હોય છે. 1997માં રાષ્ટ્રીય જનતા પાર્ટી અને 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણીના જંગમાં ઉતરી હતી. પણ મુખ્ય બે પક્ષો જ રહ્યા હતાં. 1995થી 2017 સુધીની 6 વિધાનસભાની ચૂંટણી જોતા ભાજપને 1995માં સાૈથી વધારે 51 ટકા વોટશેર પ્રાપ્ત થયો હતો. જ્યારે કોંગ્રેસને 2002માં સાૈથી વધારે 44 ટકા જિલ્લામાંથી મત મળ્યા હતાં.

અા અંગે મળતી વિગતો મુજબ 1980થી કચ્છમાં ભાજપે જીતનો સ્વાદ ચાખવાની શરૂઅાત કરી છે. 1980ની ચૂંટણીમાં રાપરમાં ભાજપે જીત મેળવી હતી. ત્યારબાદ 1990ના દયકામાં ભાજપની પકડ વધુ મજબૂત થઇ છે. ખાસ કરીને 1996થી લોકસભાની સીટ પર ભાજપ બરકરાર છે. પરંતુ વિભાનસભાની ચૂંટણીમાં ભાજપ ક્યારેય 6માંથી 6 બેઠક જીતી શક્યું નથી. 1995થી 2017 વચ્ચેની 6 ચૂંટણી જોતા ભાજપને 1995ની ચૂંટણીમાં કચ્છની 6 બેઠકોમાં 51 ટકા વોટશેર મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને ત્યારે માત્ર 38 ટકા વોટ મેળ્યા હતાં. તો 1998ની ચૂંટણીમાં ભાજપને 47 ટકા વોટ શેર મળ્યા હતાં. શંકરસિંહ વાઘેલાઅે સ્થાપેલા પક્ષે 1998ની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાથી ત્યારે ભાજપ અને કોંગ્રેસના વોટશેરમાં ફરજ જોવા મળ્યો હતો. જોકે ભાજપને વધારે ફરક પડ્યો ન હતો.

કોંગ્રેસનો વોટશેર 5 ટકા ઘટી 33 ટકા થઇ ગયો હતો. તો 2002માં સરેરાશ મતદાન 61 ટકા થયું હતું. ભાજપને ત્યારે 45.33 ટકા અને કોંગ્રેસને 44.10 ટકા મતો મળ્યા હતાં. ત્યારે અપક્ષોને 9 ટકા મત મળ્યા હતાં. તો 2007માં ભાજપના વોટ શેરમાં અગાઉની ચૂંટણીની સરખામણીઅે 3 ટકાનો વધારો થઇ 48.59 ટકા થયો હતો. તો 2002ની સરખામણીઅે 2007માં કોંગ્રેસનો વોટશેર 44 ટકાથી ઘટી માત્ર 38 ટકા થઇ ગયો હતો. તેથી જ કોંગ્રેસે માત્ર અેક બેઠક માંડ મળી હતી. તો 2012ની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી.

તેને કચ્છમાં 5 ટકા મતો મળ્યા હતાં. ભાજપના વોટ શેરમાં અગાઉની ચૂંટણીની સરખામણીઅે 3 ટકાનો ઘટાડો અાવ્યો હતો અને 45 ટકા મતો મળ્યા હતાં. તો કોંગ્રેસના વોટ શેરમાં અેક ટકાના વધારા સાથે 39 ટકા મતો મળ્યા હતાં. જોકે ભાજપની સામે અંદાજે 6 ટકાનો તફાવત હોવાથી કોંગ્રેસને માત્ર 1 જ સીટથી સંતોષ માનવો પડ્યો હતો. સાૈથી છેલ્લી ચૂંટણી 2017ની વાત કરવામાં અાવે તો ફરી ભાજપના વોટશેરમાં વધારો થયો હતો. ભાજપનો વોટશેરમાં બે ટકાનો વધારો થઇ 47 ટકા થયો હતો. જોકે ભાજપને અેક સીટનું નુકસાન થયું હતું. જ્યારે કોંગ્રેસના વોટશેરમાં 4 ટકાનો વધારો થઇ 39થી 43 ટકાઅે પહોંચ્યો હતો.

લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર અધધ 63 ટકા
તો લોકસભાની વાત કરવામાં અાવે તો ગત 2019ની ચૂંટણીમાં ભાજપને કચ્છની 6 વિધાનસભામાં બમ્પર લીડ મળી હતી. મોરબી સીટને બાદ કરવામાં અાવે તો કચ્છની 6 વિધાનસભાની સીટોમાં ભાજપને અધધ 63 ટકા વોટશેર મળ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 32 ટકા વોટ મળ્યા હતાં. અબડાસામાં ભાજને 57 ટકા, કોંગ્રેસને 36 ટકા, માંડવીમાં ભાજપને 62 અને કોંગ્રેસને 34 ટકા, ભુજમાં ભાજપને 64 અને કોંગ્રેસને 32 ટકા, અંજારમાં ભાજપને 67 અને કોંગ્રેસને 28 ટકા, ગાંધીધામમાં ભાજપને 65 અને કોંગ્રેસને 30, રાપરમાં ભાજપને 60 અને કોંગ્રેસને 32 ટકા વોટ મળ્યા હતાં.

2002માં ભાજપનો વોટશેર કોંગ્રેસ કરતા વધારે પણ સીટો અોછી
વોટશેર વધારે હોય છતાં સીટો અોછી અાવી હોય તેવુ અાશ્ચર્ય જનક બનાવ 2002ની ચૂંટણીમાં થયો હતો. ભાજપને કચ્છની 6 સીટોમાં કુલ 45.33 ટકા વોટ મળ્યા હતાં. પણ સીટ માત્ર બે મળી હતી. જ્યારે કોંગ્રેસનો વોટશેર 44.10 હતો પણ સીટ 4 જીતી હતી. અેટલે કે વોટશેર સીટોમાં ભાજપ જીતાવી શક્યુ ન હતું. અન્ય સીટોમાં લીડ વધારે હોવાથી પણ વોટશેર વધી જતો હોય છે.

Leave a comment