~ આ સુવિધા વૈવિધ્યસભર ભંડોળના સ્ત્રોતને ટેપ કરીને AGELની સરેરાશ મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફીને સક્રિય અને નમ્ય પ્રકૃતિને વધુ મજબૂત બનાવે છે. ઉપરાંત લાંબા ગાળાની મૂડી વધારીને સંપત્તિ પ્રોફાઇલની સ્પર્ધાત્મક શરતોને અનુરૂપ છે
~ આ સુવિધાથી ભારતના આંધ્ર પ્રદેશમાં સ્થિત 350 મેગાવોટના સોલાર પ્રોજેક્ટને પુનર્ધિરાણ મળશે
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL), પેટાકંપની અદાણી સોલર એનર્જી એપી સિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના હાલના દેવાને પુનર્ધિરાણ કરવા માટે JPY નામાંકિત સુવિધા ઊભી કરી છે. આ સુવિધામાં JPY 27,954 મિલિયન (c. USD 200 Mn સમકક્ષ) એમોર્ટાઇઝિંગ પ્રોજેક્ટ લોન સુવિધાનો સમાવેશ થાય છે. જેમાં 10 વર્ષની ડોર-ટુ-ડોર મુદત અને 8 વર્ષથી વધુની સરેરાશ મુદત સાથે 16 વર્ષના દેવા માળખાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ લોન સુવિધાને બે કોર રિલેશનશીપ બેંકો – MUFG બેંક લિમિટેડ અને સુમીટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન સાથે સમાન ભાગીદારી સાથે AGELના મજબૂત સંબંધો દ્વારા સમર્થન મળ્યું છે. આ સુવિધા AGEL ના કોર બેન્કિંગ ભાગીદારો સાથેના મજબૂત સંબંધોનું પ્રમાણ છે, જે તરલતામાં ટેપિંગ બજાર સાધનોના વિકાસ દ્વારા અને ભંડોળ એકત્રીકરણની પહોંચને વિસ્તૃત કરીને મોટા અને લાંબા સમયગાળા માટેની માંગ ઊભી કરે છે.
આ સુવિધા જાપાની બેન્ચમાર્ક રેટ ગેજ ટોક્યો ઓવરનાઈટ એવરેજ રેટ (TONA) સાથે જોડાયેલી છે. તે સ્પર્ધાત્મક વ્યાજ દરો પૂરા પાડતી મૂડીના વૈકલ્પિક પૂલને વિસ્તારવાની અપીલને મહત્વ આપતા એકંદરે નહિવત્ ઉપજ આપે છે. કંપની તેની મૂડીમાં ઘટાડો કર્યા વિના લાંબા ગાળાની મૂડી મેળવવા પ્રતિબદ્ધ છે અને ભારતના ઊર્જા સંક્રમણની આગેવાની માટે ટકાઉ ભંડોળનો ઉકેલ મેળવવા બહુવિધ વૈકલ્પિક પૂલ જોવાનું ચાલુ રાખશે.
પુનઃધિરાણ સુવિધા AGELના લાંબા ગાળાના ધિરાણને સુરક્ષિત કરવાની વ્યૂહરચના સાથે સુસંગત અને તેની ઓપરેશનલ અસ્કયામતો માટે અન્ડરલાઇંગ એસેટ લાઇફને અનુરૂપ દેવા માળખું સ્થાપિત કરે છે. આ સુવિધા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડિટ મેટ્રિસીસના સિદ્ધાંતોને અનુસરે છે જેમાં c ની લાઇફ-સાઇકલ લીવરેજ પ્રોફાઇલ (દેવાને EBITDA દ્વારા માપવામાં આવે છે) હોય છે. તે c. 3x અંતર્ગત PPA મુદતને આવરી લે છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના CFO શ્રી ફુંટસોક વાંગ્યાલે જણાવે છે કે “AGEL માટે આ એક ઉત્તમ પરિણામ છે જે અમારા ધિરાણકર્તાઓનું મજબૂત સમર્થન અને લાંબા ગાળાના ઉકેલ સાથે એસેટ ડેવલપમેન્ટ મોડલ ધરાવતી સ્પર્ધાત્મક શરતોયુક્ત બેંક ધિરાણ મેળવવાની અમારી ક્ષમતા પણ દર્શાવે છે. આ સુવિધા બજારોમાં પડકારજનક વ્યાજદરની પૃષ્ઠભૂમિ સામે પ્રવાહિતાને ઍક્સેસ કરવા માટે AGELના સતત સક્રિય અભિગમને દર્શાવે છે. નીચા બેન્ચમાર્ક દર, ઓછા માર્જિન અને ઐતિહાસિક નીચા સ્વેપ દરો સાથે આ નોંધપાત્ર સુગમતા AGELના ઉચ્ચ ગ્રેડ રિન્યુએબલ એસેટ પોર્ટફોલિયો માટે સ્પર્ધાત્મક કિંમતનું ભંડોળ પૂરું પાડશે.”
આ સુવિધા માટે MUFG બેંક લિ. અને સુમિતોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશને મુખ્ય ધિરાણકર્તા તરીકે કામ કર્યું હતું. લેથમ એન્ડ વોટકિન્સ LLP અને સિરિલ અમરચંદ મંગળદાસે ટ્રાન્ઝેક્શન માટે કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) અદાણી પોર્ટફોલિયોનું રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મ છે. કંપની પાસે વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય પોર્ટફોલિયોમાંનો એક છે. જે 20.4 GW ની લૉક-ઇન વૃદ્ધિ સાથે ઓપરેશનલ, અંડર-કન્સ્ટ્રક્શન, પુરસ્કૃત અને હસ્તગત અસ્કયામતો, ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને પૂરી પાડે છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, માલિકી ધરાવે છે, સંચાલન કરે છે અને જાળવે છે. AGEL પાવર જનરેશનના ડીકાર્બોનાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતને ટકાઉપણાના લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. યુએસ સ્થિત થિંક ટેન્ક મેરકોમ કેપિટલે અદાણી ગ્રૂપને #1 વૈશ્વિક સોલાર પાવર જનરેશન એસેટ ઓનર તરીકે સ્થાન આપ્યું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ (PFI) દ્વારા AGEL ને ઊર્જા સંક્રમણના મુખ્ય ડ્રાઇવર તરીકે માન્યતા આપતા AGEL ને ગ્લોબલ સ્પોન્સર ઓફ ધ યર તરીકે પણ પુરસ્કૃત કરવામાં આવી છે.
