કચ્છની છ બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ૫૯.૬૭ ટકા મતદાન

~ ઓછું મતદાન થતાં ‘ભર્યું નારિયેળ’ હોવાની રાજકીય ચર્ચાઓ શરૃ

લોકશાહીના મહાપર્વ સમી ગુજરાત વિાધાનસભાની પ્રાથમ તબક્કાની ચૂંટણીના મતદાનનો સવારના આઠ કલાકાથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર એમ  જિલ્લાની ૬ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ અને આપના કુલ ૫૫ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે,  સાંજે પાંચ કલાકે મતદાન પૂર્ણ થયુ હતુ. કચ્છ જિલ્લામાં સરેરાશ કુલ અંદાજીત મતદાન ૫૯.૬૭ ટકા મતદાન નોંધાયુ છે. જેમાં સૌથી વધુ મતદાન માંડવી બેઠક પર ૬૫.૧૯ % જયારે સૌથી ઓછુ મતદાન ગાંધીધામ બેઠક પર ૪૭.૪૧ ટકા મતદાન નોંધાયુ હતુ. ૨૦૧૭ ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં ૬૪.૩૩ ટકા મતદાન નોંધાયુ હતુ. જેની સરખામણીએ ૨૦૨૨ની ચૂંટણીમાં ૪.૬૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં અંદાજીત ૫૯.૬૭ ટકા મતદાન થયાના પ્રાથમિક અહેવાલો છે અને શુક્રવારે બપોર સુાધીમાં ખરેખર કેટલું મતદાન થયું તેનો આંકડો સ્પષ્ટ થશે. એકાથી ત્રણ ટકાનો વાધારો થવાની ગણતરીઓ રખાય છે.

ગુજરાત વિાધાનસભાની પ્રાથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. કચ્છ  જિલ્લાની ૬ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં એકંદરે ૫૯.૬૭  ટકા મતદાન થયું છે.જેમાં માંડવીમાંસૌથી વાધુ ૬૫.૧૯  ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછુ ગાંધીધામ બેઠક પર ૪૭.૪૧ ટકા મતદાન થયુ છે. સવારાથી જ  ધીમી ગતિએ મતદાન થયાની ફરિયાદો ઉઠી હતી.  જો કે શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાન વચ્ચે તમામ પક્ષોએ જીતના દાવા કર્યા છે. બીજી તરફ અકળ મૌન સાથે કરેલા મતદાનમાં મતદારોએ જીતનો કળશ કોના પર ઢોળ્યો છે તે તો ૮મી ડિસેમ્બરના પરિણામ પછી જ ખબર પડશે.

કચ્છ જિલ્લામાં બેઠકના ઉમેદવારો, અન્ય નેતાઓ, ઉચ્ચ અિધકારીઓએ પોતાના મતદાનની પવિત્ર ફરજ બજાવી લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.કચ્છની ૬ બેઠકો ઉપર  સવારે આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. કચ્છ જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૩૫,૮૭૯ મતદારો પૈકી ૯,૭૬,૧૦૮ મતદારોએ મતાિધકારનો ઉપયોગ કર્યો હતો જેમાં પુરૃષ- ૫,૨૨,૩૫૫ અને સ્ત્રી- ૪,૫૩,૭૪૭ તેમજ અન્ય ૬ એ  મતદાન કર્યુ હતુ.   કચ્છ જિલ્લામાં નોંધાયેલા મતદાનની ટકાવારી ઉપર નજર કરીએ તો અબડાસા બેઠક પર ૬૩.૭૫ %, માંડવી- ૬૫.૧૯%, ભુજ- ૬૧.૬૩%, અંજાર- ૬૪.૧૩%, ગાંધીધામ- ૪૭.૪૧% તેમજ રાપર બેઠક પર ૫૮.૧૮ એમ કુલ જિલ્લામાં ૫૯.૬૭ ટકા મતદાન નોંધાયુ છે. 

સવારના ૮ કલાકાથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થતા જ કેટલાક મતદાન માથકો પર મતદારોએ મતદાન કરવા કતારો લગાવી દીધી હતી. જો કે આ વખતે મોંઘવારીના મારના કારણે મતદારોએ મન કળવા દીધું ન હોય રાજકીય પક્ષોની ચિંતા વાધી છે.

સાંજે તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયા બાદ તા. ૮ના આવતા ગુરુવારે રાજકીય પક્ષો અને સરકારના ભવિષ્યનું ફેંસલો પણ મતગણતરી સાથે જાહેર થશે. ઉલ્લેખનીય છે કે મતદારોના મતો અંકે કરવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ગત વિાધાનસભાની ચૂંટણી દરમિયાન સરેરાશ ૬૪.૩૩ ટકા મતદાન પામેલ હતું. જો કે આ વખતે ૪.૬૬ ટકાનો ઘટાડો થયો છે.

કચ્છ જિલ્લામાં સવારે મતદાનની ટકાવારી ધીમી ગતિએ નોંધાઈ હતી જો કે બપોર બાદ મતદાનની ટકાવારી વાધી હતી.  અંજારમાં શાળા નં.૧૪માં સખી મતદાન માથકનો મહિલા પોલીંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્રાર  પર ખુરશી આડે મુકીને મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી જતા મતદારોને રાહ જોવી પડી હતી. જેના પગલે સ્ટાફ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. જિલ્લામાં ગાંધીધામ વિાધાનસભા બેઠક પર ૧૩૨ નંબરના બુાથ પર તેમજ પડાણામાં વીવીપેટ બગડતા તેને બદલવાની ફરજ પડી હતી. માંડવીના ગુંદીયાળી અને મસ્કામાં ઈવીએમ મશીન બંધ હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. કચ્છમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ. 

કચ્છમાં મતદાન ઘટાડાની ત્રીજી ચૂંટણી બેથી ૭ ટકાના ઘટાડાથી અનિશ્ચિતતા

કચ્છ જિલ્લાના મતદારોએ રાજકારણીઓ અને રાજકીય પંડીતોને ગડમાથલમાં મુકી દીધાં છે. વર્ષ ૨૦૧૨માં નવા નવા સિમાંકન પછી સતત ત્રીજી ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છની છ બેઠકો ઉપર સરેરાશ ૪.૬૭ ટકા મતદાન ઘટયું છે. રાપરમાં ૧.૯૬ ટકા અને ગાંધીધામમાં ૭.૧૩ ટકા ઓછું મતદાન થયું છે. મતદાનમાં અંદાજે બેાથી સાત ટકાના પરિણામ કોના પક્ષમાં હશે તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. 

Leave a comment