~ ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ છે ઘણો મજબૂત છે
હેમિલ્ટનમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ, ક્રિકેટ ચાહકો હવે ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરે યોજાનારી શ્રેણીની અંતિમ મેચ પર નજર રાખી રહ્યા છે. કિવી ટીમ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં, શ્રેણી ડ્રો કરવા માટે, ભારતીય ટીમે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર એક પણ વનડે રમી નથી. બુધવારે તે આ મેદાન પર પહેલીવાર વનડે મેચ રમશે. ભારતીય ટીમે વર્ષ 2020માં અહીં એકમાત્ર ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. માત્ર ઋષભ પંતને જ આ મેદાન પર રમવાનો અનુભવ છે.
કિવીએ 11માંથી 10 મેચ જીતી છે. હેગલી ઓવલ મેદાન કિવી ન્યૂઝીલેન્ડની ટીમનું ફેવરિટ છે અને તેમનો અહીં શાનદાર રેકોર્ડ છે. યજમાનોએ હેગલી ઓવલ ખાતે 11 મેચ રમી છે અને તેમાંથી 10 જીતી છે. હેગલી ઓવલની પીચની વાત કરીએ તો અહીં બેટ્સમેન અને ફાસ્ટ બોલરો બંનેને ફાયદો થાય છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 262 છે. અહીં કેટલીક મેચોમાં 300થી વધુનો સ્કોર પણ બન્યો છે.
