~ આ પ્રમાણપત્ર દર્શાવે છે કે વપરાશ કરાતા પાણી કરતા વોટર ક્રેડિટ વધુ છે
~ ચકાસણીની પ્રક્રિયા ૩૦ સબસ્ટેશન અને સાત ટ્રાન્સમિશન લાઇન ક્લસ્ટર (TLs) ઉપર હાથ ધરવામાં આવી હતી
(ATL) ને ડીએનવી બિઝનેસ એસ્યોરન્સ ઇંડીઆ પ્રાયવેટ લિ. (DNV દ્વારા ’વોટર પોઝિટિવ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.
DNV એ સમગ્ર ભારતમાં આવેલા અદાણી ટ્રાન્સમિશન લિ. ના સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન લાઇન ક્લસ્ટરો પર જળ સંતુલન સૂચકાંકનું ગુણાત્મક અને જથ્થાત્મક મૂલ્યાંકન ઓગસ્ટ -નવેમ્બર ૨૦૨૨ દરમિયાન કર્યું હતું. જળ સંતુલન એ ‘વોટર ક્રેડિટ અને વોટર ડેબિટ વચ્ચેનો તફાવત’ છે, જ્યાં વોટર ક્રેડિટ એ વૈકલ્પિક જળ સ્ત્રોત અર્થાત ‘કંપની દ્વારા સંગ્રહિત વરસાદી પાણીના અંદાજિત/મીટરના જથ્થા અને ભૂગર્ભજળ રિચાર્જના જથ્થાનો સરવાળો થાય છે જે કંપનીના અભિગમ અનુસાર અંદાજિત મીઠા પાણીના વપરાશના વિકલ્પે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે વોટર ડેબિટ સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન લાઈનો ઉપર અંદાજિત/મીટર્ડ ફ્રેશ વોટરના વપરાશનું પ્રમાણ દર્શાવે છે. જળ સંતુલન સૂચકાંકના મૂલ્યાંકનના આધાર મુજબ ૪૬,૮૯૪.૩૮ m3 ની વોટર ડેબિટ સામે ૪૯,૭૬૬.૮૬ m3 ની કુલ વોટર ક્રેડિટ્સ ૧.૦૬ m3(પોઝિટિવ) જળ સંતુલનમાં પરિણામી હતી. અદાણી ટ્રાન્સમિશન લિ. વોટર બેલેન્સ સૂચકાંકને તેેની દરેક સાઈટ પર વોટર ડેબિટ ઉપર વોટર ક્રેડિટના રેશિયો’ તરીકે વ્યાખ્યાયિત કરે છે.
આ ચકાસણીની પ્રક્રિયા HVDC મુન્દ્રા, HVDC મહેન્દ્રગઢ, સમી, અલવર, મોરેના, અકોલા ૭૬૫KV, કોરાડી ૭૬૫KV, દીદવાના, રાજનાંદગાંવ, રાણપુર, પીપલુ, ચિત્રી, બમ્બોરા, ખટોટી, રિયાબારી, બાયતુ, રામજી કી ગોલ, બાર, ઘુમતી, અહોર, રાજમાતાઈ, બેંગાંતિકલન, શેખસર, ,ઘમુરવાલી, સોરડા, દરભંઘા ખાડીઓ, બદૌન, ફતેહગઢ, ધનબાદ, જામ ખંભાળિયા.મળીને ૩૦ સબસ્ટેશનો પર હાથ ધરવામાં આવી હતી જ્યાં સાત ટ્રાન્સમિશન લાઇન ક્લસ્ટરમાં આ ચકાસણી હાથ ધરવામાં આવી હતી તેમાં રાજસ્થાન અને હરીયાણા O&M, CG & મધ્યપ્રદેશ,અલીપુુરદુઅર,વેસ્ટર્ન ટ્રાન્સકો પાવર લિ.ગુજરાત, મહારાષ્ટ્ર, ઘાતમપુરઅને ઓબ્રાનો સમાવેશ થાય છે
અદાણી ટ્રાન્સમિશન દ્વારા અપનાવવામાં આવેલ વોટર એકાઉન્ટિંગની પ્રક્રિયામાં સંકળાયેલી પદ્ધતિ, માપન તકનીકો, અંદાજની પદ્ધતિઓ, ધારણાઓ અને અનિશ્ચિતતાઓને મોટા પ્રમાણમાં, ચકાસણી પ્રક્રિયા નમૂના આધારિત તપાસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, DNV એ વિવિધ સાઇટ્સ પર પાણીના સંતુલનની વિગતો અને જથ્થાબંધન પદ્ધતિની ડેસ્ક સમીક્ષા પણ કરી હતી અને આ સાઇટ્સ પર વરસાદી પાણીના રિચાર્જ પિટ્સ અને સંગ્રહ તળાવ જેવા વરસાદી પાણીના સંગ્રહની પધ્ધતિઓની વિગતોની પણ ચકાસણી કરી હતી. અકોલા અને કોરાડી ખાતે વોટર ક્રેડિટ સ્ટ્રક્ચર્સની ઓનસાઇટ ચકાસણી કરવામાં આવી હતી.
અદાણી ટ્રાન્સમિશન લિ.એ ESG વ્યૂહરચનામાં જળ પ્રભારને મુખ્ય મુદ્દા તરીકે તારવ્યો છે અને “પાણીની સકારાત્મકતા” સિદ્ધિએ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ૬ (બધા માટે પાણી અને સ્વચ્છતાની ઉપલબ્ધતા અને ટકાઉ વ્યવસ્થાપનની ખાતરી કરવી) સાથે તાલમેલ સાધવા પ્રત્યેના કંપનીના સંકલ્પને મજબૂત બનાવ્યો છે. ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન રિસાયકલ અને પુનઃઉપયોગ પદ્ધતિઓને ઉપલબ્ધ જળ સંસાધનો સાથે જોડીને જળ સંરક્ષણનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.
અદાણી ટ્રાન્સમિશન લિ.
અદાણી ટ્રાન્સમિશન લિ. ભારતના સૌથી મોટા અદાણી ઉદ્યોગ સમૂહની વીજ ટ્રાન્સમિશન અને વિતરણ કરતી કંપની છે. ખાનગી ટ્રાન્સમિશન ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. ઉત્તરોત્તર ઉમેરાતા હાલ ૧૮,૭૯૫ સરકીટ કિ.મી.નું નેટવર્ક ધરાવે છે જે પૈકી હાલમાં ૧૫,૦૦૩ સરકીટ કિ.મી.વિસ્તારમાં નેટવર્ક કાર્યરત છે અને ૩૭૯૨ સરકીટ કિ.મી.માં ટ્રાન્સમિશન લાઇનના નિર્માણનું કાર્ય વિવિધ તબક્કે ચાલે છે. અદાણી ટ્રાન્સમિશન લિ. મુંબઇ અને મુંદ્રા સેઝમાં મળીને ૧.૨૦ કરોડથી વધુ ગ્રાહકોને સેવા પુરી પાડતા વીજ વિતરણ વેપારનું સંચાલન પણ કરે છે. ભારતની વીજળીની માંગ આગામી વરસોમાં ચારગણી થવાની સંભાવના છે તે માટે વીજ વિતરણનું મજબૂત અને ભરોસાપાત્ર જરુરી નેટવર્કનું નિર્માણ કરવા પૂરા જોમ જૂસ્સાથી સજ્જ છે. ૨૦૨૨ એટલે કે આવતા વર્ષ સુધીમાં ’બધાને વીજળી’ના ધ્યેયને સિધ્ધ કરી છૂટક ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટેની દીશામાં સક્રિય કામગીરી કરી રહી છે.
