હવે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી કોરોનરી સ્ટેન્ટની કિંમત નક્કી કરશે

~ હૃદયરોગના સારવાર ખર્ચમાં થઈ શકે છે ઘટાડો

‘કોરોનરી સ્ટેન્ટ’ ને આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ 2022માં સામેલ કરી લેવામા આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) 2022માં ‘કોરોનરી સ્ટેન્ટ્સ’ના સમાવેશ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પગલું જીવન બચાવનારા આ તબીબી ઉપકરણોને વધુ સસ્તું બનાવવામાં મદદ કરશે. આ પગલું જરૂરિયાતના આધારે સૂચિમાં સ્ટેન્ટના સમાવેશની સમીક્ષા કરવા માટે રચાયેલ નિષ્ણાત સમિતિની ભલામણો પર આધારિત છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી હવે કોરોનરી સ્ટેન્ટની કિંમત નક્કી કરશે. ચિકિત્સા પર સ્થાયી રાષ્ટ્રીય સમિતિને 6 નવેમ્બરના રોજ કોરોનરી સ્ટેન્ટને આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ 2022માં બે કેટેગરીઓ – બેયર મેચલ સ્ટેન્ટ અને ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટમાં સામેલ કરવા માટે પોતાની ભલામણ પ્રસ્તુત કરી હતી. ‘કોરોનરી સ્ટેન્ટ’ દવાનો ઉપયોગ હૃદયરોગની સારવારમાં થાય છે.

એસએનસીએમની બેઠકના બ્યોરા પ્રમાણે ઉપાધ્યક્ષ ડો.વાય.કે ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોનરી સ્ટેન્ટનો અગાઉ પણ એક નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે સૂચના દ્વારા NLEM-2015માં સમાવેશ કરવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી દવાઓનો સંબંધ છે, SNCMએ NLEM-2022 પર પોતાનો અહેવાલ સુપરત કર્યો છે અને સરકારે પણ તેનો સ્વીકાર કર્યો છે.

Leave a comment