અદાણી શ્રીલંકામાં પાવર પ્લાન્ટ બાંધી ચીન ને પડકારશે

~ ચીન સરકારની કંપનીઓ સામે અદાણી સાથી દેશોમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવશે

ઉત્તરીય શ્રીલંકા ના છીછરાં સમુદ્ર કાંઠા ના ગામ પુનેરીન નજીક ભારતીય બિલિયોનર ગૌતમ અદાણી રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સ બાંધવા માટે વિચારી રહ્યા છે. આમ કરી તેઓ પોતાને આંતરરાષ્ટ્રીય પોલિટિકલ ઘર્ષણમાં ઉતારી રહ્યા છે. શ્રીલંકા 1948 માં બ્રિટિશર્ષ પાસેથી આઝાદી મેળવ્યા બાદ તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે ચીન સાથે વ્યૂહાત્મક ઘર્ષણમાં ભારત આઇલેન્ડ દેશ સાથેના જોડાણને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું  છે. જેનું મુખ્ય કારણ વૈશ્વિક શિપિંગ લેન્સ માં શ્રીલંકા નું મહત્વનું સ્થાન તથા ચીન તરફથી ઘેરવાનો ન્યુદિલ્હી નો ડર પણ છે.

સરકાર ના આ પ્રયાસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબાગાળાના સમર્થક અદાણી પણ જોડાયાં છે. જેને લઈને કેટલાંક શ્રીલંકાન સાંસદોએ વિરોધનો સુર પણ વ્યક્ત કર્યો છે. તેઓ અદાણીના પોર્ટ અને એનર્જી સંબંધ ડીલ્સને ભારત સરકારના હિતો સાથે નજીકથી જોડાયેલો ગણાવી રહ્યા છે. જોકે અદાણી ગ્રુપે હંમેશા આ શંકાને ખોટી ઠરાવી છે અને જણાવ્યું છે કે તેમનું રોકાણ શ્રીલંકાની જરૂરિયાત પૂર્ણ કરશે.

137 અબજ ડોલરની વેલ્થ ધરાવતા અદાણી પોર્ટ્સ, કોલ પ્લાન્ટ્સ, પાવર જનરેશન અને પાવર ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે હાજરી ધરાવે છે. તેમણે થોડા સમય અગાઉ જ એમેઝોનના વાળા જોફ બેજોસ ને વેલ્થ માં પાછળ રાખી વિશ્વ્ માં બીજું સ્થાન મેળવ્યું હતું. આમ તો તેમનો મોટા ભાગનો બિઝનેશ ભારત માં જોવા મળી રહ્યો છે. જોકે તબક્કાવાર રીતે તેમણે વિદેશમાં પણ વધુ ડિલ્સ કર્યા છે. જુલાઈ માં શેરધારકોને સંબોધતા ગૌતમ અદાણી એ જણાવ્યું હતું કે કેટલીક વિદેશી સરકારો તરફથી તેમનો સંપર્ક કરાઈ રહ્યો છે. તેમની વૈશ્વિક મહત્વાકાંક્ષા અને મોદી સરકારના નજીકના મનાતા હોવાના કારણે વૈશ્વિક સ્તરે ચીન સામે તેઓ ભારતના જવાબ તરીકે કામ કરી શકે છે.

ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડ્રાઈવ ને કારણે અનેક દેશોમાં તથા વૈશ્વિક સ્તરે બૈજીંગ નો પ્રભાવ વધ્યો છે. હોનુંલુલુ ખાતે પેસિફિક ફોર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના રેસિડન્ટ ફેલો અખિલ રમેશના રાણાવ્યા મુજબ ભારત જે દેશો સાથે ચીન કરતા વધુ સારા સંબંધો ધરાવે છે તે દેશોમાં અદાણી સફળતા મેળવી શકે છે. ચીનની સરખામણીમાં ભારત માર્યાદિત ફાઇનાન્સિયલ ક્ષમતા ધરાવે છે ત્યારે ઇઝરાયેલ અને શ્રીલંકા જેવા દેશોમાં અદાણીનું રોકાણ ચીન સરકાર ની કંપની ઓ સાથે સ્પર્ધા કરી શકે છે.

Leave a comment