~ ૪૦ વર્ષીય મહિલાની ૪થી પ્રસૂતિના પૂરા દિવસે હ્રદયની ૨૦ ટકા ગતિવિધિ અને ૧૦ બીજા રોગ વચ્ચે માતા બાળકને સ્વસ્થ બનાવાયા
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અંજારના ૪૦ વર્ષના બહેનને ૪થી પ્રસૂતિના પૂરા દિવસે શરીરમાં ૨૦ ટકા હ્રદયની ક્રિયાશીલતા વચ્ચે બીજા ૧0 રોગ હોવા સાથે નોર્મલ પ્રસૂતિ કરાવી અને અવતરિત બાળકનું અલ્પ વજન રહેવા છતાં ૨૦ દિવસની સરવારના અંતે બંનેને સ્વસ્થ બનાવી ગાયનેક વિભાગે રાહતનો દમ લીધો હતો.
જી.કે.ના સ્ત્રીરોગ વિભાગના તબીબ અને અદાણી મેડિકલ કોલેજના આસિ.પ્રોફ. ડો સુરભિ આર્યાએ હાથ ધરેલા આ સફળ ઓપરેશનની માહિતી આપતા જણાવ્યું કે,અંજારના શંભા દેવી જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે પૂરા દિવસે હતા,પરંતુ અનેક રોગને કારણે તેઓ અર્ધબેભાન અવસ્થામાં હતા. હાઇ બી.પી. માલૂમ પડતાં અન્ય પરીક્ષણ કરાવતા જણાયું કે, લોહીમાં તમામ ઉપયોગી કણોની માત્રા અતિ અલ્પ હતી.જેથી કિડની અને લીવરને નુકસાન થયું હતું. લોહીમાં ચેપ પણ હતો.શ્વાસ ચડતો હતો અને હ્રદય તો માત્ર ૨૦ ટકા જેટલું જ કામ કરતું હોવાથી નોર્મલ પ્રસૂતિ જ શકાય હતી જે પૂર્ણ કર્યા બાદ, માતાને સવ્સ્થ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા.
રક્તને પુનઃ ગુણવતા સભર બનાવવા એક પછી એક એમ લોહીના જરૂરી કણો સાથે કુલ ૬ બોટલ ચડાવવામાં આવ્યા.શ્વાસને નિયમિત કરવા વેન્ટિલેટર ઉપર રાખી શ્વાસનું નિયમન કરાયું.જ્યારે હ્રદય માટે કાર્ડિઓલોજિસ્ટ (ભુજ) અને હિમેટોલોજિસ્ટ (અમદાવાદ) સાથે પરામર્શ કરી સારવાર આપવામાં આવી. અને ૨૦ દિવસની જહેમતના અંતે શંભાદેવીને રાહત મહેસુસ થઈ.દરમિયાન જન્મેલા બાળકનું વજન ૨ કી.ગ્રા. જેટલું અલ્પ હોવાથી તેની પણ યોગ્ય સારવાર કરી સ્વસ્થ કરવામાં આવ્યું.
આ સારવારમાં ડો સુરભિ આર્યા સાથે ડો.તૃપાંગી ચૌધરી, ડો. વીન્સી ગાંધી,ડો.શ્યામ, તેમજ જી.કે.ના મેડિસિન વિભાગના ડો.યેશા ચૌહાણ તેમજ શૈલ જાની વિગેરે સારવારમાં જોડાયા હતા.
