જી.કે.જન.અદાણી હોસ્પિ.નાં તબીબે શિયાળા દરમિયાન આંખો સુકાઈ જવાની સમસ્યા બાબતે લક્ષણો,સારવાર અને ઉપાયો જણાવ્યા

~ શિયાળામાં આંખો સુકાવા લાગે તો નજરઅંદાજ કરવાને બદલે ડો.ની સલાહ લેવી

કચ્છમાં હવે શિયાળાની ઋતુનો અહેસાસ વાર્તાવા લાગી છે, ત્યારે સૂકી હવા અને ઠંડા પવનને કારણે કેટલાક રોગની સાથે શિયાળા દરમિયાન આંખોમાં ડ્રાયનેસ અર્થાત આંખો સુકાઈ જવાની સમસ્યા વધી જાય છે. અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં દર વર્ષે આ ઋતુમાં આંખના સુખાપન અંગેના દર્દીઓ વધુ પ્રમાણમાં સારવાર લેવા આવે છે.

જી.કે.જનરલ હોસ્પિટલના આંખ વિભાગના હેડ ડો કવિતા શાહે કહયું કે, આંખમાં નિરંતર રહેતું પાણી જ્યારે સુકાવા લાગે ત્યારે આવું થાય છે. શરૂઆતમાં અસરગ્રસ્તોને આ બાબતનો અંદાજ આવતો નથી અને નજરઅંદાજ કરે છે અને આંખમાં વધુ શુષ્કતા આવે ત્યારે જ તબીબ પાસે આવે છે. આ હોસ્પિટલમાં શર્મર ટેસ્ટ અને ટિયર ફિલ્મ બ્રેકઅપથી નિદાન કરી સારવાર કરવામાં આવે છે. જોકે દવાથી સારું થવા લાગે છે.

શુષ્ક આંખોના લક્ષણો અંગે તેમણે જણાવ્યું હતું કે, આંખમાંથી સતત પાણી આવવું, બળતરા થવી, તડકામાં આંખને તકલીફ થવી, આંખમાં દુખાવો થવો, આંખ લાલ થવી વિગેરે સમસ્યા અનુભવાય છે. કારણ કે,આંખમાં પર્યાપ્ત માત્રામાં આંસું ઉત્પન થતાં નથી.જો દર્દીને આવા ગંભીર કે મધ્યમ લક્ષણો  હોય તો કૃત્રિમ આંસુ ઉત્પન્ન કરી સારવાર કરવામાં આવે છે.

આંખ સુકાય નહીં તે માટે લેવાની સાવચેતી

    આવું થાય જ નહીં એ માટે ડો કવિતા શાહે કહયું કે,આંખમાં સીધા આવતા સૂર્ય કિરણોથી બચાવવા સનગ્લાસ પહેરવા જોઈએ.તેમાં પણ વાહન ચલાવતી વખતે તો આવા ગ્લાસ અચૂક લગાવવા જ જોઈએ.આટલું કરાય તો પણ આંખોનું સુખાપન ૫૦ ટકા નિવારી શકાય.આ ઉપરાંત આંખમાં પાણીનો ધારદાર છંટકાવ કરવાને બદલે હળવેકથી અને બંધ આંખે ધીમેથી પાણી છાંટવું. બંધ આંખે ગરમ પાણીનો વાપ પણ લઈ શકાય. ખાસ કરીને ટીવી, મોબાઈલ વિગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો.અને  એસીનો સીધો ફ્લો આંખ ઉપર ના આવે તેની ખાસ સંભાળ રાખવી.    

Leave a comment