~ રશિયાને આપી સલાહ, કહ્યું- ભારતથી સમજો કે આ યુદ્ધનો સમય નથી
~ નેડ પ્રાઈસે કહ્યું- ભારતની કૂટનીતિ અને જયશંકરના જારી સંદેશને સાંભળો
~ અમેરિકાએ કર્યા ભારતના વખાણ, કહ્યું- રશિયાએ યુદ્ધ ખતમ કરવા જયશંકરનો સંદેશ સાંભળવો જોઈએ
યુક્રેન વિવાદ વચ્ચે રશિયાની બે દિવસની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પર દુનિયાની નજર હતી અને હવે અમેરિકી વિદેશ વિભાગની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પ્રવક્તા નેડ પ્રાઈસે જયશંકરની પ્રશંસા કરી અને કહ્યું કે રશિયાએ યુક્રેન યુદ્ધને રોકવા માટે ભારતનો સંદેશ સાંભળવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ ભારતની કૂટનીતિ સમજવી જોઈએ.
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે મોસ્કોમાં થયેલી મંત્રણાના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું કે પાછલા મહિનાઓમાં અમે ભારતના વિદેશ મંત્રાલય સાથે ઘણી વાતચીત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ એસ.જયશંકરને મળ્યા છે. નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે ફરીથી કહ્યું છે કે તે યુદ્ધની વિરુદ્ધ છે. આવી જ સલાહ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપી હતી અને હવે જયશંકરે પણ આ જ વાત કહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમરકંદમાં પુતિનને કહ્યું કે આ યુદ્ધનો સમય નથી.
ભારત વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો ઉકેલ જોવા માંગે છે
નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે સંદેશ આપ્યો છે કે તે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા માંગે છે. ભારતે કહ્યું છે કે આ યુદ્ધનો સમય નથી, આવી સ્થિતિમાં બંને દેશોએ ભારતની ભૂમિકાનું મહત્વ સમજવું જોઈએ.
