21 મી નવેમ્બરે કચ્છ યુનિવર્સિટીનો 12 મો પદવીદાન સમારોહ યોજાશે

~ 5 હજાર છાત્રોએ ભર્યા હતા ઓનલાઇન નામાંકનપત્ર

~ આચારસંહિતા હોવાથી​​​​​​​ નેતાઓ ભાગ નહિ લઈ શકે

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા આગામી 21મી તારીખે 12મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે.જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છેઆ અંગેની વિગતો મુજબ, ગત ઓગસ્ટ મહિનામાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પદવીદાન સમારોહની જાહેરાત કરવામાં આવી હતી જે અનુસંધાને પદવી મેળવવાની પાત્રતા ધરાવતા અંદાજીત 5 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન આવેદનપત્ર ભર્યા હતા.બાદમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી જતા યુનિવર્સિટી દ્વારા દિવાળી પછી કોન્વોકેશન યોજવાનું નક્કી કરાયું હતું.

જેના ભાગરૂપે 21 મી નવેમ્બર નક્કી કરાઈ છે જેથી ત્યારે પદવીદાન યોજવામાં આવશે પણ હાલમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી કોઈપણ રાજકીય પ્રતિનિધિઓ તેમાં સામેલ થઈ શકશે નહિ.યુનિવર્સિટીના કુલપતિ એટલે કે રાજ્યપાલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ખાસ હાજરી આપશે.

આ બાબતે રજિસ્ટ્રાર જી.એમ.બુટાણીને પુછતા તેમણે 21 મી નવેમ્બરે પદવીદાન સમારોહ યોજવામાં આવશે તેવું કહી હાલમાં તૈયારીઓ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,ગત પદવીદાન સમારોહમાં રાજ્યપાલ દ્વારા તારીખ આપવામાં ન આવતા ત્રણ વખત કાર્યક્રમ ઠેલવો પડ્યો હતો બાદમાં રાજ્યપાલ વર્ચ્યુઅલ રીતે આ સમારોહમાં જોડાયા હતા.

Leave a comment