સતત રાષ્ટ્રીય વૃદ્ધિ રેશીયોથી પાછળ ચાલતા સેન્ટ્રલ જીએસટીનું કચ્છ આયુક્ત ઓક્ટોબરમાં આગળ નિકળી ગયું

~ સેન્ટ્રલ જીએસટીની રાષ્ટ્રીય સ્તરે 16.6% વૃદ્ધિ સામે કચ્છ આયુક્તમાં 19.90%નો ગ્રોથ

સેંટ્રલ જીઍસટીના રાજકોટ આયુક્ત હેઠળથી કચ્છ આયુક્ત બન્યાને વર્ષો વિત્યા છતાં નેશનલ ગ્રોથ સરેરાશ સામે કચ્છ આયુક્ત હંમેશા નીચે રહ્યો હતો. પરંતુ પ્રથમ વખત ગત મહિને ઓક્ટોબરમાં એવો સમય આવ્યો કે જ્યારે સીજીએસટીનો રાષ્ટ્રીય વૃદ્ધિ દર 16.6% હતો અને તેની સામે સીજીએસટી કચ્છ આયુક્તમાં ગ્રોથ તેનાથી વધુ 19.90% રહેવા પામ્યો હતો.

સેંટ્રલ જીએસટીના કચ્છ આયુક્તમાં ઓક્ટોબર ‘2022માં 2.70% ની વૃદ્ધી જોવા મળી છે, જો તેની સરખામણી ગત વર્ષેના સમકક્ષ મહિના સાથે કરવામાં આવે તો આ વર્ષે ઓક્ટોબરમાં 195.30 કરોડની આવક નોંધાઈ હતી, જ્યારે કે ગત વર્ષે આજ મહિનામાં 163.90 કરોડની વસુલાત નોંધાઈ હતી. કચ્છ આયુક્તમાં આવક કેમ પ્રમાણમાં ઓછી છે તે અંગે વારંવાર ઉઠતા સવાલો સામે આખરે કચ્છ આયુક્તએ રાષ્ટ્રીય સરેરાશને પાછળ છોડીને વિકાસની રાહ અપનાવી હતી.

13 આઉટરીચ પ્રોગ્રામ કરી ટ્રેડની વધુ નજીક આવ્યા

સેંટ્રલ જીએસટીના કચ્છ આયુક્ત કમિશનર પી. આનંદકુમારે જણાવ્યું કે આયુક્ત દ્વારા સરકારની તિજોરીમાં મહતમ અને યોગ્ય આવક માટે સનિષ્ઠ પ્રયાસો કરાયા હતા, જેનું આ પરિણામ છે. છેલ્લા થોડા સમયમાજ 13 આઉટરીચ કાર્યક્રમો ગાંધીધામ, ભુજ સહિતના વિસ્તારોમાં કરાયા હતા. તે સાથે દરેક ટેક્સપેયીને કોઇ પણ સમસ્યા હોય તો તેને એડ્રેસ કરવાનો પ્રયાસ કરાયો હતો. કચ્છમાં 15 હજારથી વધુ સીજીએસટી કરદાતા, તેમાંથી 2 હજારજ કુલ આવકમાં 85%થી વધુ રેવન્યુ આપે છે કચ્છ આયુક્તમાં હાલ 15 હજાર જેટલા કરદાતાઓ નોંધાયેલા છે, રસપ્રદ બાબત એ છે કે તેમાંથી 2 હજાર જેટલા મોટા ટેક્સપેયી કે જેમાં પોર્ટ, સેઝ પણ આવી જાય છે, તેમનોજ કુલ આવકમાં 85% યોગદાન છે. જે ગત વર્ષે 55% ની આસપાસ હતો, જેણે આ વર્ષે સારી એવી વૃદ્ધી કરી હતી. GST રજીસ્ટ્રેશન માટે જોઇએ ત્રણ ડોક્યુમેન્ટ અને ત્રણ દિવસ! કચ્છ આયુક્તએ જણાવ્યું કે હાલ જીએસટી નોંધણી જેટલી સરળ છે, એટલી અગાઉ કદી નહતી. હાલ કોઇ પણ વ્યક્તિ જીએસટીમાં નોંધણી કરાવવા માંગે છે, તો તેમણે તેમનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે તે વેપારના સ્થળના જરૂરી કાગળ. આ ત્રણ દસ્તાવેજોને ઓનલાઈનજ અપલોડ કરી દેવાના છે, જે થયાના ત્રણ દિવસમાંજ યાં તો રજીસ્ટ્રેશન થઈ જશે, અથવા ડીમ રજીસ્ટ્રેશન મળી જશે. કેટલાક જુજ કેસમાં ફીઝીકલ ચેકીંગ આવશ્યક રહે છે.

Leave a comment