છેલ્લા 24 કલાકમાં 1190 નવા કેસ નોંધાયા

~ મૃત્યુઆંક 1375 પહોંચ્યો

~ કોરોનાની ઉપેક્ષા કરવાની ભૂલ ન કરતા

~ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,46,55,828 થઈ: કુલ મૃત્યુઆંક 5,30,452 ઉપર પહોંચી ગયો

ભારતનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૧૯૦ કેસો નોંધાયા છે, અને બુધવારે સવારે ૮ વાગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ૧,૩૭૫ લોકોનાં કોરોનાને લીધે મૃત્યુ નોંધાતાં કુલ મૃત્યુઆંક ૫,૩૦,૪૫૨ સુધી પહોંચ્યો છે.

આ ૧,૩૭૫ મૃતકોના મામલામાં પંજાબમાં જ ૧,૩૬૯નાં મોત નોંધાયા છે, તેમાં કેરલના તે બે લોકોનાં નામ પણ જોડવામાં આવ્યાં છે. તે નામ પહેલાં તો દૂર કરવામાં આવ્યાં હતાં. પરંતુ પછીથી તુર્ત જ ભૂલ સુધારી તે નામ કુલ મૃત્યુઆંકમાં જોડી દેવામાં આવ્યાં છે.

આવી ભયંકર પરિસ્થિતિમાં એટલું આશા કિરણ છે કે કોરોનામાંથી સાજા થનારાઓની ટકાવારી ૯૮.૭૮ થઈ છે. હજી સુધીમાં ૪,૪૧,૦૯,૧૩૩ લોકોને સાજા પણ કરી દેવાયા છે. બીજી તરફ રાષ્ટ્રવ્યાપી વેકિસનેશન (ટીકાકરણ) ઝુંબેશ દ્વારા ૨૧૯.૬૬ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.

ભારતમાં બનેલી કોરોના વિરોધી વેક્સિન પણ દુનિયાભરમાં હવે સ્વીકાર્ય બની ગઈ છે. તેમ છતાં તજ્જ્ઞાો કહે છે કે, ‘પ્રીકોશન ઈઝ બેટર ધેન ક્યોર’ (સાવચેતી તે ઉપચાર કરતાં વધુ સારી) તે સિદ્ધાંત લક્ષ્યમાં રાખી કોરોના અંગે જરા પણ ઉપેક્ષા કરવાની ભૂલ બહુ મોંઘી પડી જાય તેમ છે. વિશેષત: તો કોરોનાના વેરિયન્ટ ઓમીક્રોન અને તેના સબવેરિયન્ટ બી.એ-૧ અને બી.એ-૨ તો અત્યંત ભયાવહ છે.

Leave a comment